ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં વિકાસના દાવા વચ્ચે વડુમથક ભૂજ બેહાલ, સત્તાપક્ષની આંતરિક ખેંચતાણને જવાબદાર ઠેરવતું વિપક્ષ - ભ્રષ્ટાચાર

ભૂજઃ કચ્છના વિકાસની વાતો વચ્ચે વડુમથક ભૂજની હાલત બિલકુલ વિપરીત જણાઈ રહી છે. માળખાગત સુવિધાઓ મુદ્દે નિષ્ફળ ગયેલા શાસક પક્ષને કોંગ્રેસે આડે હાથ લીધું છે અને રાજીનામાં આપવા અથવા પાલિકાને સુપરસીટ કરવા માંગ કરી છે.

bhuj

By

Published : Sep 12, 2019, 4:21 PM IST

ભૂજમાં ગટર, રોડ અને પાણી મુદ્દે શહેરીજનો ત્રસ્ત બન્યાં છે. ભૂજના કોડકી ચાર રસ્તા પાસેની ગટર સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી છે. વિકાસના કાર્યો અટક્યા હોવાનું ખુદ સત્તાપક્ષના સભ્યો સ્વીકારી રહ્યાં છે. ભાજપના નેતાઓની આંતરિક લડાઈના પરિણામે કામો અટક્યા છે. સત્તાપક્ષનું જ એક જૂથ ભ્રષ્ટાચાર આચરવામાં પક્ષના સંગઠનને પણ ગાંઠતુ નથી. ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય ભૂજની ગટર સમસ્યા મુદ્દે મુખ્યપ્રધાને ફરિયાદ કરવા મજબૂર બન્યાં છે.

કચ્છમાં વિકાસના દાવા વચ્ચે વડુમથક ભૂજ બેહાલ, સત્તાપક્ષની આંતરિક ખેંચતાણને જવાબદાર ઠેરવતું વિપક્ષ

શહેરમાં પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. ત્રણથી ચાર દિવસે પાણી આવતું હોવાની બૂમો પડી રહી છે, તેમાંય ગટર મિશ્રિત પાણી આવવાની ફરિયાદો પણ વધી છે. ઉપરાંત ગટરો ઉભરાઈ જવી, ગટરલાઈનમાં ભંગાણ, બદહાલ રસ્તાના કારણે ભૂજના વિકાસની પોલ ખૂલી રહી છે. આ મુદ્દે શાસક પક્ષના જ બે જૂથ સામસામે આવી ગયા છે, કોંગ્રેસ પણ તેનો લ્હાવો લેવાનું ન ચૂકતા ભાજપ પર આકરા પ્રહાર કરી નગરપાલિકાને સરકારમાં સુપરસીટ કરવા માટે જણાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details