કચ્છઃ નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સીએ (NIA) રવિવારે ગુજરાતમાંથી પાકિસ્તાનના ઈન્ટર સેવિંગ્સ ઈન્ટેલિજન્સ(ISI) એજન્ટની ધરપકડ કરી છે. તે ભારતમાં ISI માટે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા ISI એજન્ટ રઝાક કુંભારના તાર ઉત્તર પ્રદેશના ડિફેન્સ મામલા સાથે જોડાયેલા છે.
રઝાક પશ્ચિમ કચ્છ ક્ષેત્રના મુંદ્રા સ્થિત તેના જ ઘરમાંથી પકડાયો છે. આ એજન્ટ લોકોને દેખાડવા માટે અહીંયા એક સુપરવાઈઝરની નોકરી કરતો હતો. પણ હકીકતમાં રઝાક ISI એજન્ટ તરીકે કામ કરતો હતો. NIAએ રઝાકના ઘરની તપાસ કરી હતી, જે દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. તેની પાસેથી ગુપ્ત દસ્તાવેજ પણ મળ્યા હોવાના સમાચાર છે.
કચ્છમાંથી ISI એજન્ટની ઘરપકડ ઉત્તર પ્રદેશના લખનઉમાં ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે 19 જાન્યુઆરીના રોજ એક કેસ નોંધાયો હતો, આ કેસ ચંદૌલીમાંથી પકડાયેલા ISI એજન્ટ મોહમ્મદ રાશિદની વિરુદ્ધ હતો. રાશિદના ISI સાથે સંપર્ક હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, તે ઘણીવાર પાકિસ્તાનનો પ્રવાસ કરી આવ્યો છે.
કચ્છમાંથી ISI એજન્ટ ઝડપાયો તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, રાશિદ પાકિસ્તાનમાં ISI હેન્ડલર્સના સંપર્કમાં હતો. તેને ભારતની કેટલીક સંવેદશનશીલ અને મહત્વપૂર્ણ સંસ્થાઓના ફોટા પાકિસ્તાન મોકલ્યા હતા. એટલું જ નહીં રઝાકે પાકિસ્તાનમાં ISIના હેન્ડરલ્સની સાથે સશસ્ત્ર દળો અંગેની કેટલીક મહત્વની જાણકારી લીક કરી હતી. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે, રાશિદની પૂછપરછમાં રઝાક અંગેની જાણકારી પણ NIAને મળી હતી.
શુક્રવારે રઝાકના ઘરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન એજન્સીને જાણ થઈ હતી કે, રઝાકે કોઈ રીઝવાન નામના વ્યક્તિને PAYTM દ્વારા 5,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રિઝવાને આ રૂપિયા રાશિદ સુધી પહોંચાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રકમ ભારતની કેટલીક સંવેદનશીલ જાણકારીઓ પાકિસ્તાન સુધી પહોંચાડવા બદલ રાશિદને આપવામાં આવી હતી.