કચ્છ : ભુજ શહેરમાં લોકોની સુરક્ષા માટે નેત્રમ વિશ્વાસ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા લગાડવામાં આવેલા CCTV કેમેરા અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં મદદરૂપ થયા છે. છેલ્લા ત્રણ મહિનામાં નેત્રમ CCTVના મદદથી 50 જેટલા ગુના ભેદ, 27 આરોપીની ધરપકડ અને 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહાનગરોને ગુના ડિટેકશનમાં (Bhuj Crime Detection) પાછળ રાખીને ભુજ ત્રીજા નંબરએ આવ્યું છે. રાજ્યના DGP આશિષ ભાટિયાએ પશ્ચિમ કચ્છ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરીને કામગીરી બિરદાવી છે. (Gujarat Crime Detection Rate)
નેત્રમ પ્રોજેક્ટ પોલીસ માટે ઉપયોગીપશ્ચિમ કચ્છ SP સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં ટ્રાફિક નિયમન, ગુનાખોરી અને સર્વેલન્સ માટે નેત્રમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 19 સ્થળ પર 240 જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે. નેત્રમ પ્રોજેક્ટ પોલીસ માટે ખુબ ઉપયોગી અને મહત્વના સાબિત થઈ રહ્યા છે. ભુજમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ પ્રોજેક્ટની મહત્વની ભૂમિકા રહી છે. (West Kutch Police)
ગુના ડિટેકશનમાં કચ્છ પોલીસની સરાહનીય કામગીરીનેત્રમ CCTV કેમરાના કારણે નાગરિકોની સુરક્ષા અને સલામતી વધી છે. લૂંટ, ચોરી, હત્યા જેવા ગુનાના ભેદ ઉકેલવામાં કેમેરા ખૂબ મહત્વના સાબિત થઈ રહ્યા છે. ગુમ થયેલા મોબાઈલ, બેગ અને પાર્સલ શોધવામાં નેત્રમ ઉપયોગી સાબિત થયા છે. નેત્રમની મદદથી 365 દિવસ લોકોની સુરક્ષા કરવામાં આવી રહી છે. નેત્રમ કમાન્ડ કંટ્રોલથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં ગુના ડિટેકશનમાં પશ્ચિમ કચ્છ પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. (Bhuj Crime News)