સરકાર એક તરફ રમતગમતને પ્રોત્સાહન માટેના દાવા કરે છે. પરંતુ કચ્છના મુખ્ય મથક એવા ભુજમાં જ આવેલા 3 ગ્રાઉન્ડ પર પ્રાથમિક સુવિધા જ નથી. ગ્રાઉન્ડના વિકાસ અને જાળવણીની જવાબદારી અલગ અલગ વિભાગો પાસે છે, પરંતુ તમામ સ્પોર્ટ્સની હાલત સરખી દયનીય છે.
કચ્છના વિકાસ વચ્ચે રમત-ગમતનો મેદાનનો વિકાસ ક્યારે થશે? વાંચો અહેવાલ - ગ્રાઉન્ડ
કચ્છ: જિલ્લાનો વિકાસતો થયો છે, પરંતુ અધિક વિકાસની સાથે પ્રવાસન સહિતના ક્ષેત્ર વિકસી પણ ગયા છે. રમતગમત ક્ષેત્ર હજુ પછાત હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. કરોડના ખર્ચે બનેલી સુવિધાઓ ધૂળ ખાય છે અને મેદાન જેવું કંઈ હોય જ નહિ તેવી સ્થિતિ છે. પાટનગર ભુજમાં રમત-ગમતના મેદાન વગર સુવિધા વેરાન વેરાગ્ય ભોગવી રહ્યા છે.
ભુજમાં આવેલા ત્રણ ગ્રાઉન્ડ પૈકી સૌથી જૂના એવા જ્યુબેલી ગ્રાઉન્ડની જવાબદારી ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ અંડર છે. એક સમયે અહીં રણજીત મેચ પણ રમાઇ છે, પરંતુ અત્યારની સ્થિતિમાં અહીં પાણી અને શૌચાલય જેવી વ્યવસ્થા પણ નથી તો ગ્રાઉન્ડની સ્થિતિ દયનીય છે. પાલિકા હસ્તક ખાસડા અને વ્યાયામ શાળા ગ્રાઉન્ડ આવે છે, પ્રાથમિક સુવિધાના અભાવના કારણે પશુ અને વાહનો અવરજવર કરતા હોય છે. ભુજ પાલિકા પણ સ્વીકારે છે કે, ખરાબ સ્થિતીના કારણે વિકાસ થઇ શક્યો નથી, પરતું તે દિશામાં ટૂંક સમયમાં પગલા લેવાશે. મેદાનની અવદશાને પગલે રમતપ્રેમીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો નારાજ છે. વિકાસની વાતો વચ્ચે આ ક્ષેત્રે પણ ધ્યાન અપાય તેવી માંગ છે.