ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મ જાગૃતિ અને એકતા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું - નવરાત્રીનું આયોજન 2022

નવરાત્રિનો તહેવારને (Navratri festival 2022) હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સ્વાભાવિક છે કે ગરબા શોખીન યુવક યુવતીઓમાં નવરાત્રિ તહેવારની ઉજવણી માટે ઉત્સાહ હોય અને નવરાત્રીનો તહેવાર મનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તો આ વર્ષે ખાનગી ધોરણે થતા દાંડિયારાસ આ વર્ષે મોકૂફ રખાયા છે અને શેરી, સોસાયટી તેમજ ફળિયાઓમાં જ ગરબાનું આયોજન થશે. છેલ્લાં અનેક વર્ષોથી નવરાત્રિમાં શેરી-ફળિયા ગરબીઓનું આકર્ષણ વધી રહ્યું છે.

ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મ જાગૃતિ અને એકતા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું
ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મ જાગૃતિ અને એકતા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

By

Published : Sep 22, 2022, 3:51 PM IST

કચ્છ :25મી સપ્ટેમ્બરના શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો પ્રારંભ (Navratri festival 2022) થવાનો છે, ત્યારે માતાજીની આરાધનાના પર્વ માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમા મનમૂકીને ઝૂમવા માટે તૈયાર છે. ત્યારે ઠેર ઠેર અવનવી રીતે નવરાત્રિની ઉજવણી તથા માતાજીની આરાધના કરવામાં આવશે. ત્યારે ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ચોથા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ધર્મ જાગૃતિ અને એકતા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

ફક્ત હિન્દુ માટે જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું :હિન્દુ યુવા સંગઠન ભારત નવરાત્રી મહોત્સવના ભાગરૂપે ભુજમાં વ્યાયામ શાળા ગ્રાઉન્ડ, ગાંધીધામમાં ડી.પી.ટી. ગ્રાઉન્ડ આંબેડકર ભુવન, માંડવીમાં પંડિત દિન દયાળ ગ્રાઉન્ડ તેમજ અંજારમાં નગરપાલિકા સ્ટેડિયમ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફક્ત હિન્દુ ભાઈઓ અને બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ધર્મ જાગૃતિ અને એકતા માટે કરાયું આયોજન :ગાસે હિન્દુ, વગાડશે હિન્દુ, રમશે હિન્દુ અને જોશે હિન્દુ હેઠળના આયોજનમાં ફક્ત હિંદુઓ જ હશે. નવરાત્રીમાં, આરતી, સાંસ્કૃતિક ગીતો, ઘટસ્થાપન, બાલિકા પૂજન કરવામાં આવશે. દીકરીઓની સલામતી અર્થે નિશુલ્ક આયોજન કરાશે. ધર્મ જાગૃતિ અને એકતા માટેના આયોજનમાં પ્રવેશ કરનારાઓને ગૌમુત્ર છંટકાવ બાદ તિલક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

નવરાત્રી રમવા માટેના નિયમો

સમગ્ર નવરાત્રી દરમ્યાન ભારતીય સંસ્કૃતિ મુજબ પહેરવેશથી પ્રવેશ કરવાનો રહેશે.

પ્રથમ ગૌમુત્રનો છંટકાવ અને તિલક કરવું ફરજીયાત છે.

ભુજ શહેરમાં આવેલ સનાતન હિન્દુ સમાજની અલગ-અલગ જ્ઞાતિના પ્રમુખ,અગ્રણીઓ, ધર્મગુરૂઓ તથા અધિકારીઓ દ્વારા આરતી કરવામાં આવશે.

નવરાત્રી દરમિયાન માતાજીના ગરબા તથા રાસગીત વગાડવામાં આવશે.

કેફી દ્રવ્ય સેવન સાથે પ્રવેશ નિષેધ છે.

ABOUT THE AUTHOR

...view details