ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો, એકનું મોત - DYSP Panchal

ભુજ તાલુકાના કુકમા ગામે સોમવારે બપોરે બે યુવાનો પર ખૂની હુમલો કરાયો હતો. જેમાં છરી વડે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ગામમાં વેચાણ થતા દારૂની બાતમી પોલીસને આપ્યાના મન દુખમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Murder attack
ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો

By

Published : Sep 7, 2020, 11:31 PM IST

કચ્છઃ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામે સોમવારે બપોરે બે યુવાનો પર ખૂની હુમલો કરાયો હતો. જેમાં છરી વડે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.

ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો

કુકમા ગામે બે યુવાનો પર છરી વડે હુમલો કરવાની ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંઘ, DYSP પંચાલ તેમજ પધ્ધર પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. આ બનાવમાં ભુજ તાલુકાના મોટી રેલડી ગામના રહેવાસી આઝાદ હુસેન કકડનું મોત થયું છે, જ્યારે તેના ભાઈ રજબ હુસેન કકડને ગંભીર ઈજા પહોંચી હતી.

ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો
ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો

આ બનાવ બન્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં સંબંધીને હોસ્પિટલ લઇ આવનારા મામદ સુલેમાન કકડે પોલીસને પ્રાથમિક વિગતોમાં જણાવ્યું હતું કે, મુજબ કુકમા ગામના નવાવાસ વિસ્તારમાં સોમવારે બપોરે આ બન્ને ભાઈ જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ ઉંમર સુમાર બાફણ, અબલો સોકલઅલી અને અકબર ઉફે અકલો મિયાત્રાએ સાથે મળીને છરી વડે હુમલો કરતા બન્ને ભાઈ ઘવાયા હતા. જેમાં આઝાદનું મોત થયું હતું અને તેના ભાઈ રજબને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ભુજના કુકમા ગામે પોલીસ બાતમીના મન દુઃખમાં બે યુવાન પર ખૂની હુમલો

આ બનાવ બાબતે DySp પંચાલનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, બન્ને પક્ષો વિરૂદ્ધ દેશી દારૂના ગુનાઓ પોલીસ મથકમાં નોંધાયેલા છે. દેશી દારૂની બાતમી પોલીસને આપતા હોવાનું મનદુખ રાખી આ ઘટના બની છે.

ABOUT THE AUTHOR

...view details