ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની શાળાઓને મર્જ કરવાના નિર્ણયમાં ફેરબદલની સાંસદ વિનોદ ચાવડાએ કરી રજુઆત

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6-7 ની પ્રાથમિક શાળામાં 20 થી ઓછી વિધાર્થીઓની સંખ્યા હોય તેવી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર નિર્ણય મુજબ કચ્છ જિલ્લાની 179 જેટલી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા શિક્ષણ પ્રધાનને પત્ર લખી શાળા બંધ કરવાના નિર્ણય પર વિચારણા કરવામાં આવે તેવી માગ કરી છે.

Etv Bharat, Gujarati News, Kutch News
કચ્છની શાળાઓને મર્જ કરવાના નિર્ણયમાં ફેરબદલની સાંસદ વિનોદ ચાવડાએ કરી રજુઆત

By

Published : Dec 8, 2020, 8:16 AM IST

  • શિક્ષણ વિભાગના નિર્ણયની કચ્છમાં અસર
  • સાંસદે શાળાઓ બંધ ન કરવા કરી રજુઆત
  • 20 થી ઓછી સંખ્યા હોય તો શાળા મર્જ કરવાનો છે નિર્ણય

કચ્છઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6-7 ની પ્રાથમિક શાળામાં 20 થી ઓછી વિધાર્થીઓની સંખ્યા હોય તેવી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર નિર્ણય મુજબ કચ્છ જિલ્લાની 179 જેટલી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા શિક્ષણ પ્રધાનને પત્ર લખી શાળા બંધ કરવાના નિર્ણય પર વિચારણા કરવામાં આવે તેવી માગ કરી છે.

કચ્છની શાળાઓને મર્જ કરવાના નિર્ણયમાં ફેરબદલની સાંસદ વિનોદ ચાવડાએ કરી રજુઆત
અમલથી છેવાડા ગામોમાં વિધાર્થીઓે હાલાકી
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે સૌથી મોટો વિસ્તાર છે. આ સાથે જ જિલ્લામાં રાપર, બન્ની અને લખપત જેવા અંતરિયાળ તાલુકા આવેલા છે. રાજય સરકાર દ્વારા 20 થી ઓછા વિધાર્થીની સંખ્યા હોય તેવી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા કચ્છની 179 જેટલી શાળા બંધ કરવામાં આવશે. કચ્છમાં પ્રાથમિક શાળામાં ચાલતા ધોરણ 6-7 વર્ગના બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરવામાં આવશે તો વિધાર્થીઓની હાલાકી વધશે. જેના કારણે જિલ્લામાં બાળકો અભ્યાસ માટે શાળાએ નહીં જાય પરિણામે ડ્રોપ આઉટ રેશિયો વધી શકે છે.
કચ્છની સાંસદે ફેર નિર્ણય માટે કરી રજુઆત
રાજય સરકાર અને શિક્ષણ વિભાગ કચ્છના બાળકોના ભવિષ્ય માટે હકારાત્મક વિચાર કરે તેવી માગ ઉઠી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ શિક્ષણ પ્રધાનને પત્ર લખી શાળા બંધ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી રજુઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details