ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના વાગડમાં મિશન મંગલમ દ્વારા અસંખ્ય મહિલાઓ પગભર થઈ

કચ્છ: વાગડ વિસ્તારમાં આજીવિકાનું જોઇએ તો કોઈ હાથ વગું સાધન નથી. માત્ર ખેતી આધારિત વાગડ વિસ્તારમાં આવેલા રાપર તાલુકાના 97 ગામો ધરાવતા આ તાલુકામાં તંત્રના મિશન મંગલમનો લાભ અનેક મહિલાઓ લઈ રહી છે. તેમજ પગભર થયેલી મહિલાઓ ખુશી વ્યકત કરી રહી છે.

By

Published : Dec 8, 2019, 3:01 AM IST

kutch
કચ્છ


જીલ્લા પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના સતત પ્રયત્નથી અને રાપર તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા. મિશન મંગલના તાલુકા અધિકારી સ્મિતાબેન પ્રજાપતિ અને મિશન મંગલમના કોડીનેટરના પ્રયત્નોથી રાપર તાલુકામાં 1109 સખી મંડળો કે જેમાં દસથી વીસ સુધી સંખ્યામાં મહિલાઓ સદસ્યો છે. જે મિશન મંગલમ યોજનાનો લાભ લઈ રહી છે. 530થી વધુ સખી મંડળો મારફત મહિલાઓ પગભર બને તે માટે ગૃહ ઉદ્યોગ મિશન મંગલમ કચેરી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઓફિસ ફાઈલ, કાગળની થેલીઓ, ભરતકામ, ખાખરા, તેમજ અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે.

કચ્છના વાગડમાં મિશન મંગલમ દ્વારા અસંખ્ય મહિલાઓ પગભર

ઉપરાંત જે મહિલા પગભર થઈ જાય તેવી મહિલા અને સખી મંડળોને સરકાર દ્વારા પંદર હજારની સહાય આપવામાં આવે છે. આ યોજનાના કોર્ડિનેટર સ્મિતાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર તાલુકામા અનેક મહિલા પગભર થઈ ગઈ છે. તે પોતાના ઘરમાં જીવન જરૂરી ચીજવસ્તુ તેમજ કચેરીમાં ઉપયોગી ફાઈલો, કાગળના કવર, કાગળની થેલી, ભરતકામ, બાજરીના ખાખરા સહિતના વિવિધ પ્રકારના ઉત્પાદન કરે છે.

ABOUT THE AUTHOR

...view details