ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાના મઢમાં તૈયારીઓ શરૂ, 28મીની રાત્રે ઘટસ્થાપન સાથે થશે નવરાત્રિનો પ્રારંભ

કચ્છઃ રાજ્યના તીર્થધામ આઈ આશાપુરાના માતાના મઢ ખાતે આગામી તા 28મીએ નવરાત્રિ ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થશે, જેના માટે તૈયારીઓ આંરભી દેવાાં આવી છે. મઢમાં પાણીના પાઉચ તેમજ ઝબલા થેલી પર પ્રતિબંધ રાખવાની જાહેરાત આ વરસે તમામ આયોજન હાથ ધરાયા છે.

માતાના મઢમાં તૈયારીઓ શરૂ, 28મીની રાત્રે ઘટસ્થાપન સાથે થશે નવરાત્રિનો પ્રારંભ

By

Published : Sep 8, 2019, 5:56 AM IST

જાગીરના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે મઢ જાગીરની નવરાત્રિ નિમિત્તે' સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. તા. 28ના નવરાત્રિ ઘટ સ્થાપન' રાત્રે 8.30 કલાકે કરવામાં આવશે. સવારના 5 વાગ્યાથી મંદિરના દ્વાર ખૂલશે. બપોરે એક વાગ્યે અડધા કલાક સુધી સફાઈ માટે મંદિરના કપાટ બંધ કરવામાં આવશે. વધુ ભીડ કે યાત્રિકોનો ધસારો હશે તો રાત્રિના 1ર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તા. 5-10ના શનિવારે સાતમના શુભ દિવસે રાત્રિના 8.30 વાગ્યે હવનનો પ્રારંભ તેમજ 12.30 વાગ્યે બીડું હોમાશે. આ વિધિ મઢ જાગીરના મહંત યોગેન્દ્રસિંહજી હસ્તે કરવામાં આવશે

આશ્વિન નવરાત્રિ મહોત્સવમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ માથું નમાવે છે, ત્યારે આગામી 29મીથી શરૂ થતાં નવલા નોરતાને લઈને સર્વગ્રાહી આયોજન ઘડી કાઢવા નાયબ કલેકટર સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પોલીસ, આરોગ્ય, એસ.ટી.,પાણી પુરવઠા, મહેસૂલ, જી.એમ.ડી.સી.,સિંચાઈ, પી.જી.વી.સી.એલ., ધારાસભ્ય પી.એમ. જાડેજા, ટ્રસ્ટીઓની હાજરીમાં વિવિધ નિર્ણય લેવાયા હતા.

બેઠકમાં આ વર્ષે કચ્છમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. મઢમાં આવતા પદયાત્રીઓને રસ્તામાં આવતા તળાવો, અજાણ્યા પાણીમાં ન પડવાની તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. મથલ ડેમ ઓગની જતાં વચ્ચેનો માર્ગ બંધ કરવામાં આવશે, તેવું ઠરાવાયું હતું. દરવર્ષની જેમ ગેટ નંબર 4થી દર્શન માટે પ્રવેશ તેમજ ગેટ નં. 3માંથી યાત્રિકો, મહાપ્રસાદનો લાભ લઈ બહાર નીકળશે તેમજ અત્યાધુનિક ડોમ બાંધવામાં આવશે. જેથી મંદિરમાં પ્રવેશતા યાત્રિકોને રેલિંગમાં કોઈ તકલીફ ન થાય અને તેઓ આરામથી દર્શન કરી શકે. એસ.ટી. વિભાગ દ્વારા 210 જેટલી એસ.ટી. બસોના રૂટ નક્કી કરી બસો દોડાવવામાં આવશે.

નાયબ કલેક્ટરે આ મિટિંગમાં મઢમાં પાણીના પાઉચ તેમજ ઝબલા થેલી પર પ્રતિબંધ રાખવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આખા યાત્રાધામમાં સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. મેળા દરમિયાન બહારથી આવતા વેપારીને પ્લોટ ફાળવણી તેમજ ઊભરાતી ગટર પર ગઢવી દેખરેખ રાખશે તેમજ મઢમાં આવતા યાત્રિકોને ગાડી પાર્કિંગથી લઈ દર્શન કરવા સુધી કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. મઢ જાગીર ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ કાનજીભાઈ ગોરડિયા, અર્જુનદેવસિંહ ચુડાસમા વગેરે આયોજનમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details