કચ્છ ગણેશ ચતુર્થી છે જેને વિનાયક ચતુર્થી તરીકે પણ (ganesh festival 2022) ઓળખવામાં આવે છે. તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારોમાંથી એક છે જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે. ગણેશજીને શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં નિરંકુશ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે. ત્યારે માધાપર ખાતેના મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક મંડળ છેલ્લા 71 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.
71 વર્ષથી ગણેશોત્સવની ઉજવણીમાધાપર ખાતેના મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક મંડળના ટ્રસ્ટી યોગેશ ભંડારકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક મંડળ કચ્છમાં ગણેશોત્સવની ઉજવણી કરતું સૌથી જૂનું અને પ્રથમ મંડળ છે. આ મંડળ 71 વર્ષ જૂનું મંડળ છે. આ મંડળમાં મોટેભાગે તમામ મહારાષ્ટ્રના લોકો છે. આ મંડળની વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણ ધાર્મિક રીતે અહીં ઉજવણી કરવામાં આવતી હોય છે. ભજન, કીર્તન, બાળ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો જ રાખવામાં આવે છે. આ મંડળ દ્વારા ધર્મની અને ગણેશજીની મર્યાદાપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આનંદ અને આરાધના ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે (Ganesh Mahotsav 2022) ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીને એ દિવસ તરીકે માનવામાં આવે છે કે જે દિવસે ભગવાન ગણેશ તેમના ભક્તોને કૃપા આપવા માટે પૃથ્વી પર આવે છે. સ્થળ અને પરંપરાના આધારે, આ તહેવાર 1 દિવસથી 11 દિવસ સુધી હોય છે તહેવારના છેલ્લા દિવસે મૂર્તિઓને રંગબેરંગી અને વાજતે ગાજતે સરઘસમાં લઈ જવામાં આવે છે અને પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે.