ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી કલ્પવૃક્ષ તો કેજરીવાલ બાવળનું ઝાડ: શિવરાજસિંહ ચૌહાણ - bjp candidate

ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Elections 2022) લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. દરેક પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પ્રચાર-પ્રસાર પોતાની ચરમ સીમાએ છે. કેન્દ્રીય નેતાઓ અને મુખ્યપ્રધાનો ગુજરાતની મુલાકાતે છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપ પ્રચાર કરી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન(Chief Minister of Madhya Pradesh) શિવરાજસિંહ ચૌહાણ કચ્છમાં સભા સંબોધી હતી. સભામાં તેમણે વડાપ્રધાન મોદીને કલ્પવૃક્ષ ગણાવ્યા હતા.

શિવરાજસિંઘ ચૌહાણ કચ્છની મુલાકાતે
શિવરાજસિંઘ ચૌહાણ કચ્છની મુલાકાતે

By

Published : Nov 18, 2022, 4:17 PM IST

કચ્છ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections 2022) પડઘમ સંભળાઈ રહ્યા છે. વિધાનસભાનીચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે. દરેક પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. રાજકીય નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે(election campaign) ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી છે. ભાજપના 89 નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. જેને પગલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન(Chief Minister of Madhya Pradesh) શિવરાજસિંહ ચૌહાણ કચ્છની મુલાકાતે છે.

નરેન્દ્ર મોદી 'કલ્પવૃક્ષ' છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો છો - શિવરાજસિંહ ચૌહાણ

નરેન્દ્ર મોદી 'કલ્પવૃક્ષ': મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કચ્છના માંડવીમાં જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી 'કલ્પવૃક્ષ' છે, તમે જે ઈચ્છો તે મેળવી શકો છો. કેજરીવાલ બાવળનું ઝાડ છે, માત્ર કાંટા જ મળશે. રાહુલ ગાંધી એક ઝાડી છે જે પાકને નષ્ટ કરી દેશે. કોંગ્રેસ અને આમ આદમ પાર્ટી દેશમાંથી સંતોષ અને શાંતિનો નાશ કરશે.

રાહુલ ગાંધીએ વીર સાવરકરનુ અપમાન કર્યુ: શિવરાજ સિંહ ચૌહાણે સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ વીર સાવરકરનુ અપમાન કર્યુ છે. દેશ માટે સર્વસ્વ કુરબાન કરનાર વ્યક્તિનું તમે અપમાન કરો છો. શું તેઓએ ક્યારેય શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર પટેલના યોગદાનની ગણતરી કરી છે?આ દેશ તમને ક્યારેય માફ નહિ કરે. શિવરાજસિંહે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે કોંગ્રેસના લોકો મને મધ્યપ્રદેશમાં રોજ ગાળો આપતા હતા કે હું ગુજરાતને નર્મદાનુ પાણી આપુ છુ. શું ગુજરાત પાકિસ્તાન છે? ગુજરાત પણ આપણું જ છે. જ્યારે સરદાર સરોવર બંધાયુ ત્યારે ગુજરાતને પાણી મળ્યુ અને મધ્યપ્રદેશને વીજળી મળી.

શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યું હતું, 'ગુજરાતના મારા ભાઈઓ અને બહેનો, આજે હું માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં ભાજપ ગુજરાતના સાથી ઉમેદવારોના સમર્થનમાં આયોજિત જાહેર સભાઓ દ્વારા તમારી સાથે જોડાઈશ. તમે પણ આવો. ભાજપ ગુજરાતની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.'

ABOUT THE AUTHOR

...view details