ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો - Voting Slip in Braille

માધાપરનું નવચેતન અંધજન મંડળ ( Madhapar Navachetan Andhajan Mandal in kutch ) વધુ એક મોટી કામગીરી કરવા જઇ રહ્યું છે. અહીં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો (Textbooks in Braille ) છાપવામાં આવી રહ્યાં છે. આ પહેલાં પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ (Voting Slip in Braille ) પ્રિન્ટ કરવામાં આવી હતી.

ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો
ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છમાં પ્રિન્ટ થઈ રહ્યા છે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો

By

Published : Dec 5, 2022, 1:15 PM IST

કચ્છ માધાપરનું નવચેતન અંધજન મંડળ ( Madhapar Navachetan Andhajan Mandal in kutch )લાંબા સમયથી વિકલાંગોના પુનર્વસન તથા તેમનામાં વિવિધ ગુણો ખીલવવા માટે કાર્યરત છે. હાલમાં જ તેમના દ્વારા મતદાન માટે પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિમાં મતદાન સ્લીપ (Voting Slip in Braille ) પ્રિન્ટ કરવામાં આવી હતી. તો રાજ્યના તમામ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે તેમના અભ્યાસક્રમના 18 લાખથી વધારે પાનાં પ્રિન્ટ કરવામાં આવશે અને આ પાઠ્યપુસ્તક (Textbooks in Braille ) ને બ્રેઈલ પ્રિન્ટ કરવાનું કામ માધાપરની નવચેતન સંસ્થાને સોંપવામાં આવ્યું છે.

અભ્યાસક્રમના 18 લાખથી વધારે પાનાં પ્રિન્ટ કરવામાં આવશે

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકોશિક્ષણ મેળવવું એ દરેકનો અધિકાર છે. આ અધિકારથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પણ બ્રેઈલ લિપિમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર દ્વારા બ્રેઈલ પ્રિન્ટ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગુજરાતના દરેક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે કચ્છની નવચેતન સંસ્થા ( Madhapar Navachetan Andhajan Mandal in kutch )ખાતે પાઠ્યપુસ્તકનાં અંદાજિત 18,12,765 પાના છાપવાની કામગીરી ચાલુ છે.

ગુજરાતમાં 1007 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને આ પાઠ્યપુસ્તકો પહોંચાડાશેનવચેતન અંધજન મંડળ ( Madhapar Navachetan Andhajan Mandal in kutch )નાં ચીફ કોર્ડીનેટર દીપક પ્રસાદે જણાવ્યું હતું કે, સામાન્ય વિદ્યાર્થીઓ માટેની પાઠ્યપુસ્તકો તો દરેક સ્ટેશનરીની દુકાને મળી રહે છે. પરંતુ તે જ પાઠ્યપુસ્તકો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં મળતી નથી. તેમને પણ પોતાના અભ્યાસક્રમ મુજબની પાઠ્યપુસ્તક મળે તે માટેના આયોજન અંતર્ગત પહેલી વખત ભારત સરકારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિનામૂલ્યે બ્રેઈલ પુસ્તક વિતરણ કરવાની કામગીરી હાથ પર લીધી છે.ગુજરાતમાં પણ 1007 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે જેમને આ પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવશે.

12,70,530 જેટલા પાના તૈયાર થઈ ચૂક્યા છેઆ વર્ષે પહેલી જ વખત કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના બધા જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની યાદી સાથે તેમને આ પાઠ્યપુસ્તક પ્રિન્ટ કરવાનું કામ સોંપ્યું છે. રાજ્યના 1007 પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સંસ્થા 18,12,765 પાના પ્રિન્ટ કરશે, જેમાંથી 12,70,530 જેટલા પાના તૈયાર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રેલ પ્રિન્ટ વધારે જગ્યા રોકતી હોવાના કારણે સામાન્ય પાના પર કરાયેલ લખનને બ્રેઈલમાં પ્રિન્ટ કરવા ચાર પાનાની જગ્યા લાગે છે.ગુજરાતની 635 શાળાઓમાં આ પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં આવશે.

શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીયસ્તરનો એવોર્ડઉલ્લેખનીય છે કે હાલમાં જ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસના ઉપલક્ષ્યમાં દિવ્યાંગજનોના પુનર્વસન ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા બદલ દેશની સંસ્થાઓનું સન્માન ગત શનિવારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે કરાયું હતું, જેમાં કચ્છના નવચેતન અંધજન મંડળ ( Madhapar Navachetan Andhajan Mandal in kutch )ના હિમાંશુ સોમપુરાને જિલ્લામાં દિવ્યાંગોના ઉત્થાન માટે કરાયેલી શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 2021-22નો રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ એનાયત કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details