કચ્છ : કચ્છ જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 2.26 લાખ ગાયોનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે.લમ્પી સ્કિન ડીસીઝના કારણે જિલ્લામાં 1190 ગાયો મોતને ભેટી છે. ગાયોની આવી પરિસ્થતિ જોઈને ગૌપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે. એપ્રિલ મહિનામાં કચ્છના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતી લમ્પી સ્કિન ડીસીઝના કેસ દેખાવાના શરૂ (Lumpy virus in Kutch ) થયા હતા. તો લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ બીમારી નોંધાઇ છે. જિલ્લાના 585 ગામોમાં અત્યાર સુધી 37,840 પશુઓને સારવાર આપી છે. તો કુલ 72 ટીમો દ્વારા આ રોગને નાથવા (Isolation wards for Cow ) પ્રયાસ ચાલુ છે.
લમ્પી વાયરસગ્રસ્ત ગાયો રસ્તે રખડતી જોવા મળી રહી છે -ભુજ શહેરમાં લમ્પી વાયરસફેલાતા શહેરમાં ઠેર ઠેર વાયરસગ્રસ્ત ગાયો (Lumpy virus in Kutch )રસ્તે રખડતી જોવા મળી રહી છે. પશુપાલકો પણ આવા સમયમાં પોતાની ગાયોની દેખરેખ કરવાની બદલે તેમને ચરવા શહેરમાં છુટા મૂકી દે છે. આ કારણે ગાયોની તબિયત પર પણ માઠી અસર પડે છે તો અન્ય ગાયો પણ વાયરસની ચપેટમાં આવવાની શક્યતા વધે છે.
આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો -શહેરમાં લમ્પી વાયરસના રોગનો ફેલાવો અટકાવવા અને ગાયોના જીવ બચાવવા પાલિકા દ્વારા આગળ આવી વિશ્વ હિન્દુ પરિષદ અને ભુજ જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના સહયોગથી શહેરના કોડકી રોડ પર ખાસ આઇસોલેશન વોર્ડ (Isolation wards for Cow ) ઊભો કરવામાં આવ્યો છે.ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગત વ્યાસે પોતાની માલિકીની 5 એકર જમીન વાયરસગ્રસ્ત ગાયોને માટે આઇસોલેશન વોર્ડ બનાવવા માટે આપી છે. શહેરમાં ભટકતી બિનવારસુ વાયરસગ્રસ્ત ગાયોને નગરપાલિકાના ટ્રેકટર દ્વારા આ આઇસોલેશન વોર્ડ ખાતે (Lumpy virus in Kutch )ખસેડવામાં આવે છે.