ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ - કેપ્રી પોક્સ વાયરસ

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસનો (lumpy virus) કહેર મોટા પ્રમાણમાં વધી ગયો છે અને દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ગાયોની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લાભરમાં ફેલાઇ રહ્યો (Lumpy Virus Ayurvedic Remedies) છે. ગૌપ્રેમીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સેવા કરવામાં (lumpy skin disease treatment) આવી રહી છે. આ સાથે જ, જુદાં જુદાં ઉપચાર પણ કરવામાં આવી રહ્યા છે.

ayurvedic remedies ladoo for cow
ayurvedic remedies ladoo for cow

By

Published : Aug 7, 2022, 2:09 PM IST

કચ્છ: જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝનો (lumpy skin disease) કહેર મોટા પ્રમાણમાં વધી ગયો છે અને ગાયોની હાલત દિવસેને દિવસે કથળતી જાય છે, ત્યારે માંડવી શહેર નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌ માતા સારસંભાળ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. માંડવીમાં લમ્પી રોગના ભરડા સામે ઝઝૂમતા કાર્યકર્તાઓ અને સવયંસેવકો દ્વારા હજારો આયુર્વેદિક લાડુઓ દર 6-8 કલાકે લમ્પી ગ્રસ્ત ગાયોને અપવામાં (Lumpy Virus Ayurvedic Remedies) આવે છે. છેલ્લા 20 દિવસથી અહીં સેવા કેમ્પ અને સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત શહેરમાં વિશ્વ હિન્દુ સંગઠન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ પણ ગાયોની સેવા માટે આગળ આવી રહ્યા છે.

આ પણ વાંચો:Lumpy virus in Gujarat : મુખ્યપ્રધાન લમ્પી વાયરસને લઈને એક્શનમાં, જામનગરની લીધી મુલાકાત

11 જાતની આયુર્વેદિક ઔષધીઓ:ગૌ માતા સારસંભાળ કેન્દ્ર પર દરરોજ 8 થી 10 (lumpy skin disease treatment medicine) ગાયો સારવાર અર્થે આવે છે, તેમજ 2 થી 3 ગાયો દરરોજની સાજી થઈને પાછી જાય છે. અહીઁ ડોકટરની 2થી 3 ટીમો પોતાની (lumpy skin disease in cow) સેવા બજાવી રહ્યા છે. અહીં દવાઓના સ્ટોક માટે દાતાઓ પણ સહયોગ કરી રહ્યા છે. ગૌમાતાઓને લીલો ચારો, ભૂસો તેમજ 11 જાતની આયુર્વેદિક ઔષધીઓથી યુક્ત ઉકાળામાંથી લાડું બનાવીને ગૌમાતાઓને આપવામાં આવે છે, જેનાથી લમ્પીગ્રસ્ત ગાયોની પરિસ્થતિ માં સુધારો આવી રહ્યો છે.

લમ્પી રોગ અંગે માહિતી અને સાવધાની: ગાંઠદાર ચામડીનો રોગ દૂધાળા (lumpy virus gujarat) પશુઓમાં કેપ્રી પોક્સ નામના વાયરસથી થતો ચેપી રોગ છે. આ રોગનો ફેલાવો મચ્છર, માંખી અને ઈતરડી દ્વારા એક પશુથી બીજા પશુમાં ફેલાય છે. ચેપગ્રસ્ત પશુને ઘણી વખત બે થી ત્રણ અઠવાડીયા સુધી નીચે મુજબના ચિહ્નો જોવા મળે છે. આ રોગ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે.

રોગની નિશાનીઓ: આ રોગમાં બે થી ત્રણ દિવસથી તાવ આવે છે. પશુના શરીર ઉપર કઠણ ગોળ(2 થી 5 સે.મી) આકારની ગાંઠો ઉપસી આવે છે, જે ચામડીમાં તથા ઘણી વખત સ્નાયુ સુધી ઊંડી ફેલાયેલ હોય છે. ગાંઠોમાં ઘણી વખત રસી થાય છે અને ચાંદા પણ થાય છે.અસરગ્રસ્ત પશુના (ayurvedic remedies ladoo for cow) મોઢામાં, ગળાની અંદરના ભાગમાં લસિકા ગ્રંથિમાં અને પગમાં સોજો જોવા મળે છે. અસરગ્રસ્ત પશુમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. કોઈકવાર ગાભણ પશુ તરવાઇ જાય છે અને ગંભીર રીતે બીમાર પશુનું મૃત્યુ પણ થાય છે.

આ પણ વાંચો:પ્રાણી સંગ્રહાલયમાં હવે સિંહ અને વાઘના બચ્ચાઓ માટે કરાશે નવી સુવિધા

રોગ અટકાવવાના ઉપાયો: અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ, પશુઓને બાંધવાની જગ્યા મચ્છર, માખી અને ઇતરડી રહિત હોવી જોઈએ. અસરગ્રસ્ત પશુઓનુ ખોરાક-પાણી અલગ રાખવું, અસરગ્રસ્ત પશુઓને ચરવા લઇ જવા માટે ટાળવું. મચ્છર,માખી અને ઇતરડીનો ઉપદ્રવ ઓછો કરવા માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો. પશુઓની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે મિનરલ મિક્ષ્ચર ખવડાવવું. પશુઓ પાસે કડવા લીમડાના પાનનો સવાર સાંજ ધુમાડો કરવો. અસરગ્રસ્ત પશુઓને ગરમ પાણી કરી તેમાં કડવો લીમડો નાખી દિવસમાં ત્રણ વાર નાવડાવવું જોઈએ.

ઘરગથ્થુ ઉપચાર:નાગરવેલના પાન 10 નંગ, કાળામરી 10 ગ્રામ, જીરું 10 ગ્રામ, હળદર 10 ગ્રામ, ગોળ 50 થી 100 ગ્રામ લેવું.

મિશ્રણ બનાવવાની રીત: ઉપરોક્ત તમામ વસ્તુનો પાવડર કરી ગોળ સાથે મિશ્રણ કરી નાના નાના લાડવા બનાવી પશુઓને દિવસ માં બે-થી ત્રણ વખત ખવડાવવા (ઉપરોક્ત મિશ્રણ એક પુખ્ત વયના પશુ માટે છે) આ ઉપચાર એક થી બે અઠવાડીયા સુધી કરવો.

બાહ્ય ઉપચાર: લીમડાના પાન 10 નંગ. મહેંદીના પાન 10 ગ્રામ, કુંવારપાઠું 1 પાન, હળદર 20 ગ્રામ, લસણ 10 ક્ળી, કોપરેલ/સરસીયુ તેલ 50 થી 100 ગ્રામ

મિશ્રણ બનાવવાની રીત:ઉપરોક્ત વસ્તુઓનું મિશ્રણ ગરમ કરીને ઠંડુ પડ્યા બાદ હાથના મોજા પહેરીને પશુના શરીર પર દિવસમાં એક વાર લગાવવું. તે ઉપરાંત લીમડાના પાન અને ફટકડીનું મિશ્રણ કરી નવશેકા પાણી થી દિવસમાં બે થી ત્રણ વખત નવડાવવું.

ABOUT THE AUTHOR

...view details