જિલ્લામાં ફરી લમ્પી વાયરસે દેખા દેતા પશુપાલન તંત્ર થયું દોડતું હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ કચ્છ: શ્વેત ક્રાંતિ યોજનાને લમ્પી વાયરસનો ફટકો લાગ્યો છે. કારણ કે લમ્પી વાયરસ ફરી સામે આવ્યો છે. કચ્છમાં લમ્પી વાયરસે ફરી કહેર મચાવ્યો છે. લમ્પી વાયરસના કારણે દુધની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલ તો લમ્પી વાયરસને કારણે પશુઓ અને પશુપાલકો બન્ને હેરાન છે. સમગ્ર કચ્છમાં જ્યારે લમ્પી વાયરસે કહેર મચાવ્યો હતો. ત્યારે જિલ્લામાં 2168 થી વધુ ગાયનો ભોગ લેવાયો હતો.
દવા અપાઈ: છેલ્લા 3 દિવસથી કચ્છની ગાયોમાં ફરી આ વાયરસે દેખા દીધી છે. ભુજની ભાગોળે માધાપરના યક્ષ મંદિર પાસેના વાડાની 6 ગાયોને લમ્પી બીમારીના લક્ષણો જણાયા હતા. જે બાદ જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતાં પશુપાલનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ ચેપગ્રસ્ત ગાયોને અલગ વાડામાં રાખી દરરોજ તપાસીને ગોળી-દવા અપાઈ રહી છે.
"હાલમાં જે છ ગાયના કેસ છે તે કોઈ નવા કેસ નથી અગાઉ આ ગાયોને લમ્પી થયું હતું અને રિકવર થઈ ગયું હતું પરંતુ તેમાંથી અમુક ગાયોના શરીરે ફરીથી ગાંઠ આવી છે. તેમને અગાઉ જેવા તાવ-નાક ભરાઈ જાય તેવા લક્ષણો નથી.અમુક જૂની તો અમુક જૂનીની બાજુમાં નવી ગાંઠો દેખાય છે.નવા કોઈ કેસ નથી નોંધાઈ રહ્યા.તે સિવાય કચ્છમાં અન્ય જગ્યાએ લમ્પી દેખાયાના સમાચાર નથી. જિલ્લામાં હાલમાં ઠેર ઠેર ગૌવંશને લમ્પી રોગથી બચવા તકેદારીના ભાગરૂપે ગાયોને રસીના ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરાઇ છે"-- ડો. હરેશ ઠક્કર (નાયબ પશુપાલન નિયામક)
ગૌવંશના સેમ્પલ લેવામાં આવ્યા:કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે ફરી દેખા દેતા પશુપાલન અને માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લમ્પી વાયરસને ફેલાવતો અટકાવવા કામગીરી હાથ ધરાઇ છે. માધાપર વિસ્તારના અન્ય ગૌવંશના સેમ્પલ લેવામાં આવ્યા છે. ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 4થી 5 દિવસમાં રિપોર્ટ આવી જશે.આ ઉપરાંત આ વિસ્તારમાં ગૌવંશને રસી પણ આપવામાં આવી રહી છે.
ગભરાવવાની જરૂર નથી:નિયંત્રણ હેઠળ ગત વર્ષે ત્રણ મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટમાં જિલ્લામાં 4.37 લાખ ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાની જેમ જેમને અગાઉ લમ્પી ચર્મરોગ થઇ ગયો હોય તેમનામાં રસીના કારણે રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ હોય છે. જો કે, હાલ લમ્પી ચર્મરોગ ની ગાંઠ દેખાઇ રહી છે. તે ગાયને ગત વર્ષે લમ્પી થયો હતો. તેની જૂની ગાંઠો દેખાય છે.પશુપાલન વિભાગ દ્વારા પણ માલધારીઓને શંકાસ્પદ લક્ષણો જણાય તેવા ગૌવંશને અલગ તારવી તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને જાણ કરવા કહેવામાં આવ્યું છે
- રાજકોટના ધોરાજીમાં લમ્પી વાયરસે મચાવ્યો હાહાકાર
- લમ્પી વાઈરસે 10 ગાયોના લીધા ભોગ, ગૌપ્રેમીઓમાં રોષ
- લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું હોવાનું જીવદયા પ્રેમીઓનો દાવો