ગુજરાત

gujarat

ETV Bharat / state

ચેતવણીઃ ગુજરાતની ગાયોમાં મોટા રોગના ભણકારા, થાય છે માત્ર સાત દિવસમાં મોત - Lumpy skin disease in cows of Kutch

કચ્છના સરહદી તાલુકા લખપતમાં વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા છે. હાલમાં અહીંની ગાયોમાં એક વચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને શરીર પર ફોલા થઈ આવે છે. પશુઓમાં થતાં આ પ્રકારના રોગને લમ્પી સ્કિન ડિસીસ(lumpy skin disease in cow) તરીકે ઓળખવામાં આવે છે.

ચેતવણીઃ ગુજરાતની ગાયોમાં મોટા રોગના ભણકારા, થાય છે માત્ર સાત દિવસમાં મોત
ચેતવણીઃ ગુજરાતની ગાયોમાં મોટા રોગના ભણકારા, થાય છે માત્ર સાત દિવસમાં મોત

By

Published : Apr 26, 2022, 6:01 PM IST

કચ્છ: જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે લખપત તાલુકાના કૈયારી ગામમાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડિસીસ નામનો રોગ(Lumpy skin disease in cows of Kutch) ફેલાયો છે. જેને કારણે ગાયોને શરીર પર ફોલા થવા ઉપરાંત તાવ પણ આવે છે, તો માલધારીઓનું કહેવું છે કે અનેક ગાયોના મોત (lumpy skin disease in cow)પણ થયા છે.

લમ્પી સ્કિન ડિસીસ

ગાયમાં લમ્પી સ્કિન ડિસીસ નામનો રોગ -સરહદી જિલ્લા કચ્છના સરહદી તાલુકા લખપતમાં વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલા માલધારીઓ પાસે 2,500થી 3,000 જેટલી ગાયો છે. હાલમાં અહીંની ગાયોમાં એક વચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને (lumpy skin disease vaccine)પૂરા શરીર પર ઠેર ઠેર ફોલા થઈ આવે છે. તો સાથે જ માલધારીઓનું કહેવું છે કે ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે. પશુઓમાં થતાં આ પ્રકારના રોગને લમ્પી સ્કિન ડિસીસ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચોઃCattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ

માલધારીઓમાં ભય ફેલાયો -લખપતમાં મોટેભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લખપત તાલુકાના કૈયારી ગામમાં ગાયોની સંખ્યા ખૂબ વિશાળ છે અને હાલમાં આ ગાયોમાંલમ્પી સ્કિન ડિસીસ નામની બીમારી ફેલાઈ છે જેના કારણે આ વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઉભુ થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોના મોત થયા હોવાનું પણમાલધારીઓ જણાવી રહ્યા છે, જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે.

બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાન -લમ્પી સ્કિન ડિસીસ ગાયોમાં ફેલાયા(treatment of lumpy skin disease) બાદ ગામની અનેક ગાયોના મોત પણ થયા છે. જે કારણે વિસ્તારના માલધારીઓમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલ ઉનાળો શરૂ થતાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃRabies Vaccine in Kutch: શા માટે જરૂરી છે ખરપગાની રસી? કચ્છમાં શરૂ થયું રસીકરણ

પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલાયા -જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ રોગ માટે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલાયા છે. તદઉપરાંત ગાયોને એન્ટીબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ પણ અપાઈ રહી છે, જેથી રિકવરી ઝડપી બને. આ રોગ સામાન્યપણે માખી ઇતરડી જેવા જંતુઓથી ફેલાય છે અને તેમને નિયંત્રણમાં રાખવા પણ ખૂબ જરૂરી બને છે.

ABOUT THE AUTHOR

...view details