ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ક્લબમાં દરોડો પાડીને 10 જુગારીઓને ઝડપ્યા - કચ્છમાં ક્રાઈમ

ભુજ તાલુકાના નાના રેહા ગામની એક વાડીમાં LCBએ ખાનગી બાતમીના આધારે જુગાર ક્લબ પર દરોડો પાડીને સંચાલક સહિત 10 જુગારીઓને કુલ 2.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Kutch
Kutch

By

Published : May 7, 2021, 3:27 PM IST

Updated : May 7, 2021, 5:01 PM IST

  • પશ્ચિમ કચ્છ LCBએ જુગાર કલબ પર દરોડો પાડયો
  • સંચાલક સહિત 10 જુગારીઓ ઝડપાયા
  • રોકડ રકમ, 6 બાઈક અને 11 મોબાઈલ સહિત 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કચ્છ: પશ્ચિમ કચ્છ LCBને મળેલી ખાનગી બાતમીના આધારે નાના રેહા ગામે રહેતા રાસુભા સોઢાની વાડીમાં દરોડો પાડ્યો હતો.

LCBએ દરોડો પાડીને સંચાલક સહિત 10 જુગારીઓને ઝડપી પાડયા

નાના રેહા ગામે રાસુભા સોઢા બહારથી જુગારીઓ બોલાવીને ધાણી-પાસાનો જુગાર રમાડતો હોવાથી સંચાલક રાસુભા સોઢા, વેલાભાઇ જોગી, દિલીપભાઈ ચૌહાણ, બળવંતસિંહ જાડેજા, જાકબ ખલીફા, રમેશનાથ નાથબાવા, ગોરધનસિંહ સોઢા, ભૂરુભા જાડેજા, રસિકભાઈ મકવાણા, સુરતાનજી જાડેજા સહિતના 10 આરોપીઓનેે LCBએ ઝડપી પાડ્યા હતા.

કુલ 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે રોકડ રકમ 32,650, 6 બાઈક કિંમત 1.80 લાખ અને 11 મોબાઈલ કિંમત 23,500 સહિત કુલ 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : May 7, 2021, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details