કચ્છ - કચ્છના અબડાસા તાલુકાના મુઠિયાર (Muthiyar Village Of Abdasa) ગામમાં લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ મારફતે મળ્યો હતો. ધર્મ પરિવર્તન માટે 1 થી 10 લાખ સુધીની રકમ મળશે (Letter of lure for Religion conversion) તેવી લાલચ પણ આપવામાં આવી છે. અબડાસા તાલુકાના પશુપાલકોને ધર્મ પરિવર્તન કરવા માટે નનામી પત્ર (Letter of conversion in Kutch) મળતા ચકચાર મચી છે. નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકને મળતા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યાં હતાં.
હિન્દુ સંસ્થાઓ આગળ આવી - આ (Muthiyar Village Of Abdasa) તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ આ લોકોને પૂરતો સાથ આપ્યો છે. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર (Letter of conversion in Kutch) ગત તા. 29મીના ફરિયાદીને મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદીએ માગણી કરી હતી.
1 થી 10 લાખ રૂપિયાની આપવામાં આવી લાલચ- મુઠિયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ (Letter of conversion in Kutch) આપવામાં આવી હતી. નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખીને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ સાથેનો પત્ર મળ્યો છે.