ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ ધરાવતાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિર અંગે - બે શિવલિંગ

પહેલાંના સમયમાં ભુજની ભાગોળે અને હવે વ્યાપ વધતા સેન્ટરમાં આવેલું દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર સદીઓ પુરાણું મંદિર છે. અહીં એક જ ગુંબજ નીચે બે શિવલિંગ, બે નંદી, બે કાચબા આવેલા છે. બે શિવલિંગને કારણે આ મંદિરને દ્વિધામેશ્વર કહેવાય છે. આ મંદિર સદીઓનો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે.

Kutch News
Kutch News

By

Published : Aug 26, 2021, 6:19 AM IST

  • એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલા બે શિવલિંગ હોય તેવું પ્રથમ મંદિર
  • 400 વર્ષ પુરાણું મહાદેવનું મંદિર
  • શ્રાવણ માસમાં દરરોજ સવારે શિવમહિમ્ન સ્તોત્ર અને સાંજે શિવપુરાણ કથાનો પાઠ કરવામાં આવે છે

કચ્છ: આ મંદિર 400 વર્ષ પહેલા રાજાશાહી સમયમાં બનાવવામાં આવ્યો હતો. એક સાથે બે શિવલિંગ આવેલું આ ગુજરાતનું પ્રથમ મંદિર (Two Shivlings in one temple) છે. આવા મંદિરો બહુ જ ઓછા જોવા મળે છે. કચ્છમાં જાડેજાઓનાં શાસન દરમ્યાન કચ્છના રાજા - મહારાવ ખેંગારજી પહેલા ગાયો પાડતા અને પહેલા અહીં જંગલ હતું અને અહીં ગાયો ચરવા આવતી, ત્યારે ગાયોના ધણમાંથી એ રાજાની ગાયને અહીં દૂધ વહેતુ અને ત્યાં તપાસ કરતા આ સ્વંયભૂ શિવલિંગ પ્રગટ થયેલું હતું. રાજાના કારભારીને સ્વપ્ન આવ્યું કે, હજુ બીજું લિંગ પણ છે અને ત્યાં ખોદકામ કરતા બીજું લિંગ નીકળતા આ સ્થળ ખુબ જ પ્રચલિત થયું અને ત્યાં એક નાની ડેરી બનાવાઈ હતી. જંગલમાં હોવાથી બે લિંગનાં પરચાની વાત પ્રસારિત થઇ અને અહીં આ રીતે દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર બનાવાયું હતું.

જાણો એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ ધરાવતાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિર અંગે

શિવભકતો દ્વારા શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે છે

આ શિવ મંદિરનો અનેરો મહિમા છે. અહીં શ્રાવણ માસમાં દર સોમવારે અને બે અગિયારસ, અમાસ અને પૂનમના ઘણા બધા લોકો આવે છે તથા અહીં સવારે શિવમહિમ્ન સ્તોત્ર અને સાંજે શિવપુરાણ કથાનો પાઠ કરવામાં આવે છે. અહીં શિવભકતો દ્વારા શાંતિ માટે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવે છે. આ દ્વિધામેશ્વર મહાદેવ મંદિરનાં ભક્તો એ દ્વિધામેશ્વર ભગવાનનાં નામની દ્વિધામેશ્વર કોલોની પણ બનાવી છે. સદીઓ પુરાણું આ મંદિર પહેલા ભુજનાં બહારના વિસ્તારમાં જંગલમાં હતું પરંતુ ભુજનું વિસ્તરણ થતા હવે એ શહેરની મધ્યમાં આવ્યું છે. મહાદેવ મંદિરના દર્શન કરવા માટે ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે. તો શ્રધાળુ ભક્તો વહેલી સવારે જ આરતીના દર્શને અને પાણીની જલધારા અને પૂજન અર્ચન માટે પહોંચી જાય છે.

જાણો એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ ધરાવતાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિર અંગે

દ્વિધામેશ્વર મહાદેવના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ જાય છે

શિવભક્ત એવા મનીષ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 30 વર્ષથી અહીં આ મંદિરે દરરોજ દર્શન કરવા અહીં અમે આવીએ છીએ અને હાલમાં આ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે. જે ભક્તિનો માસ છે અને સમસ્ત હિન્દુ જાતિ માટે આ શ્રાવણ માસ મોટામાં મોટું ધામ હોવાથી અહીં આવીને સુખ અને શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. શિવભક્ત એવા પ્રબોધ કોઠારીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને મને ખૂબ સુખ શાંતિનો અનુભવ થાય છે. ઉનાળામાં જેમ તડકમાંથી આવીને પંખા નીચે બેસીએ અને જે અનુભવ થાય છે, તેવો જ અનુભવ અહીં દ્વિધામેશ્વર મહાદેવના દર્શન કરીને થાય છે.

જાણો એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ ધરાવતાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિર અંગે

સ્વયંભૂ પ્રગટ થયેલ બે શિવલિંગ હોય એવું આ ગુજરાતનું પ્રથમ મંદિર

દ્વિધામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી હરેશગીરી ગોસાઈએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે સ્વયંભૂ પ્રગટ થયેલ લિંગ છે. અને આ 400 થી 500 વર્ષ પુરાણું મંદિર છે. સ્વયંભૂ પ્રગટ થયેલ બે શિવલિંગ હોય એવું આ ગુજરાતનું પ્રથમ મંદિર છે. અમને અહીં મહાદેવની આરાધના કરતાં 4 થી 5 પેઢી થઈ છે. મંદિરની ખાસિયત એ જ છે કે, એક ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ છે. ઉપરાંત શ્રાવણ મહિનામાં શાંતિ માટે શિવભક્તો દ્વારા મહાદેવ પર વિવિધ જાતના પ્રવાહી પણ ચડાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details