ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્મશાનમાં લાકડા ખૂટતા સોશિયલ મીડિયામાં કરી અપીલ, છ કલાકમાં એકઠા થયા એક મહિનો ચાલે એટલા લાકડા - GK General Hospital

કચ્છમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ત્યારે બે-ત્રણ દિવસથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જે કારણે ભુજ શહેરમાં ખારી નદી સ્થિત ગેસ આધારિત સ્વર્ગ પ્રયાણ ધામ અંતિમ ક્રિયા માટે પહોંચી વળાય તેવી પરિસ્થિતિમાં ન હોવાથી વર્ષોથી જે જગ્યા પર અગ્નિદાહ આપવામાં આવે છે, ત્યાં નદીના તટ પાસે અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

ભૂતનાથ સેવા સંસ્થા
ભૂતનાથ સેવા સંસ્થા

By

Published : Apr 18, 2021, 3:33 PM IST

  • ગેસ આધારિત અગ્નિ સંસ્કાર પ્રક્રિયામાં પહોંચી ન વળતા, હવે પરંપરાગત રીતે કરાશે
  • લાકડા ખૂટતા સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરવામાં આવી
  • 6 કલાકની અંદર 40 ટન લાકડા એકઠા થયા

કચ્છ : સ્વયંસેવકો દ્વારા લાકડા ખૂટશે તેમને ભૂતનાથ સેવા સંસ્થાને જણાવવામાં આવ્યું હતું. ભૂતનાથ સેવા સંસ્થાના સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પર લાકડા આપવા માટે અપીલ કરવામાં આવી હતી અને માત્ર 6 કલાકની અંદર જ 40 ટન જેટલા લાકડા એકઠા થઇ ગયા હતા. નામી અનામી લોકોએ દાનમાં રોકડ જ નહીં, પરંતુ લાકડાની ટ્રકો ભરીને મોકલી હતી, તથા ભુજ ટિમ્બર એસોસિએશન દ્વારા પણ જરૂર જણાય ત્યારે લાકડા મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો -મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા

દાતા, સમાજ અને સંસ્થાઓનો સહકાર

ભૂતનાથ સેવા સંસ્થાના ટ્રસ્ટી અજીત પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સમય જ સાથે મળીને આપદાનો સામનો કરવાનો છે, ત્યારે અનેક દાતા, સમાજ અને સંસ્થાઓ તરફથી ગણતરીના સમયમાં જ લાકડા સ્મશાને પહોંચાડી દેવામાં આવ્યા હતા અને સહકાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -ભુજમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન

ABOUT THE AUTHOR

...view details