કચ્છમાં અનુભવાઈ રહી છે બેવડી ઋતુ કચ્છઃ સમગ્ર જિલ્લામાં અત્યારે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અનુભવાય છે. નાગરિકોએ આ ગરમીને લીધે અકળાઈ રહ્યા છે. કચ્છમાં દિવસે અસહ્ય ગરમી પડે છે તો રાત્રે હાડ ગાળતી ઠંડી પડી રહી છે. હવામાનની આ વિષમતાથી નાગરિકોના આરોગ્ય પર હાનિકારક અસરો થઈ રહી છે. જિલ્લા મથક ભુજમાં આજે બીજા ક્રમનું ઉચ્ચ તાપમાન 37.6 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં પવનની ગેરહાજરીને પરિણામે આ ગરમી અસહ્ય થઈ પડી હતી.
રણની રેતી વહેલી ઠરી જાય છેઃ વાગડ અને રણના આસપાસના ગામોમાં રણની રેતી ઝડપથી તપે તેમજ ઝડપથી ઠરી જાય છે. તેથી દિવસ દરમિયાન ગરમી સહન કરતા નાગરિકોને રાત્રે હાડ ગાળતી ઠંડીનો સામનો કરવાનો વારો આવે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજના પ્રમાણમાં વધઘટ થતી હોવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ઝાકળવર્ષા પણ વરસી રહી છે. જો કે છેલ્લા 10 વર્ષમાં આ સમયમાં સરેરાશ 38થી 42 ડિગ્રી જેટલું ઉંચું તાપમાન આ સમય દરમિયાન નોંધાતું હોય છે.
હાલમાં બેવડી ઋતુઓ ચાલતી હોવાથી તેમજ નવરાત્રિના મોડે સુધી ગરબા કરતા ખેલૈયાઓ બહારનું જંક ફૂડ પણ ખાતા હોય છે. તેથી માંદા પડવાના કેસીસ વધી રહ્યા છે. આવા સમયે તાવ, શરદી, કફ, ઉધરસ, ઝાડા, ઉલટી, ટાયફોઈડ અને ડેંગ્યૂ જેવા રોગોથી બચવા બહારના ખોરાક લેવાનું ટાળવું જોઈએ...ડૉ. જીતેશ ખોરસિયા(આરોગ્ય અધિકારી, કચ્છ જિલ્લા પંચાયત)
વર્તમાનમાં અરબી સમુદ્રમાં ચક્રાવાત સર્જાય અને વાવાઝોડાની સિસ્ટમ ઓમાન તરફ જાય તેવી સંભાવના છે. વાતાવરણમાં જોવા મળતા આ ફેરફાર વચ્ચે રાજયની સાથે કચ્છમાં આસોમાં પણ ચૈત્ર માસમાં જેવો આકરો તાપ અનુભવાય છે. ભુજમાં મહત્તમ તાપમાન 37.6 ડિગ્રીએ પહોંચ્યું છે. હજુ પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે. થોડા સમય બાદ આ તાપમાન સામન્ય સ્તરે પહોંચી જશે...પ્રીતિ શર્મા(અધિકારી, હવામાન વિભાગ)
- Gujarat Weather Forecast: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો હવામાન વિભાગની આગાહી
- Kutch News : વરસાદ બાદ કચ્છના સૌથી ઊંચા કાળા ડુંગર પરથી જોવા મળ્યો અદભુત નજારો