કચ્છઃ આજે આટલા વર્ષે પણ આ યુનિવર્સિટીમાં અનેક જગ્યાઓ ખાલી છે. કાયમી કુલપતિ રજીસ્ટાર જેવી મહત્વની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે, જેને કારણે યુનિવર્સિટીનો વહીવટ ખાડે ગયો છે, કચ્છ યુનિવર્સિટી છેલ્લા એક વર્ષથી કુલપતિ જેવી મહત્વની જગ્યા ખાલી છે, જ્યારે યુનિવર્સિટીની સ્થાપના લઈને અત્યાર સુધીમાં માત્ર એક વખત કાયમી રજીસ્ટાર નિમણૂક કરવામાં આવી છે. યુજીસીની ગાઈડ લાઈન મુજબ 45 દિવસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર કરવા જોઈએ પણ કચ્છ યુનિવર્સિટીમાં ઓક્ટોબર 2019 મા લેવાયેલી પરીક્ષાના પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
કચ્છ યુનિવર્સિટી આજે પણ અવિકસીત, ABVPએ વિવિધ મુદ્દે આપી આંદોલનની ચીમકી - ABVPએ વિવિધ મુદ્દે આપી આંદોલનની ચીમકી
કચ્છ જિલ્લાની યુનિવર્સિટીમાં વિવિધ ખાલી જગ્યાઓ સહિતના મુદ્દે મંગળવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, કચ્છ જિલ્લાના વર્ષો જૂની માગને પૂરી કરવા સાથે આપો સરહદી વિસ્તારના શિક્ષણ સુવિધા વધારવા માટે વર્ષ 2003માં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી હતી.
તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડી પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં હજુ સુધી કોઇ તપાસ કરવામાં આવી નથી. યુનિવર્સીટીના કાયમી કુલપતિ અને રજીસ્ટાર જેવી મહત્વની જગ્યા ખાલી છે, જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે.
મંગળવારના રોજ આ મુદ્દે abvp દ્વારા યુનિવર્સિટી તાત્કાલિક કુલપતિ અને રજીસ્ટાર નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી રહી છે, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની માંગણી નહીં સંતોષવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથે રાખી abvp ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.