ભુજઃ ઉત્તર પ્રદેશ અલીગઢના એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, છેલ્લા 45 દિવસથી અમે કચ્છમાં અટવાયા હતા. એક કંપનીના મેન્ટેનન્સ માટે કચ્છ પહોંચ્યા પછી લોકડાઉન હોવાથી અમે અટવાઈ ગયા હતા, અમારી રજૂઆતને પગલે ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાતની સરકારે ખાસ કિસ્સામાં સ્પેશિયલ ટ્રેન આવીને અમને વતન સુધી પહોંચવાની સુવિધા આપી છે. અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ કંપની પાસે રહેવા જમવાની તમામ સુવિધા હોવા છતાં માત્ર અમારા પરિવારજનો દૂર હોવાથી તેમની પાસે જવાની અમારી ઇચ્છા છે.
શ્રમિકોએ UP અને ગુજરાત સરકારનો માન્યો આભાર, જુઓ...ભુજથી રવાના થયેલા શ્રમિકોના દિલની વાત - અબડાસા
કચ્છના અબડાસા મુન્દ્રાની વિવિધ કંપનીઓમાં મેન્ટેનન્સ સહિતના ચોક્કસ કામ માટે પહોંચેલા અને પાછળથી લોકડાઉનમાં ફસાયેલા સૌથી વધુ શ્રમિકોને બુધવારના રોજ ભુજના રેલવે સ્ટેશનથી ખાસ શ્રમિક ટ્રેનમાં પોતાના વતન રવાના કરવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર આ શ્રમિકોએ પોતાના દિલની વાત જણાવી હતી અને ઉત્તર પ્રદેશ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
શ્રમિકોએ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સરકારનો માન્યો આભાર જુઓ ભુજથી રવાના થયેલા શ્રમિકોના દિલની વાત
બીજી તરફ અમારા પરિવારજનો પણ અમે દુર હોવાથી તેઓ પણ ચિંતિત છે, આજે અહીંથી રવાના થઈ આવતી કાલે ઘરે પહોંચીશું, ત્યારે ભગવાનનો આભાર માનવા સાથે અમે સરકારનો પણ આભાર માની રહ્યા છીએ.