ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો - Ranotsav is held in Kutch for four months

આ વર્ષે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનાં કારણે કચ્છનાં રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓની હાજરીમાં ઘટાડો(Decrease in attendance of foreign tourists at Kutch festival due to Omicron) જોવા મળ્યો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી એટલે કે ચાર મહિના સુધી કચ્છમાં રણોત્સવ યોજાતો હોય(Ranotsav is held in Kutch for four months) છે. આ મહોત્સવમાં ગુજરાતનાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે અને ટેન્ટ સિટીમાં રાત્રી રોકાણ પણ કરી રહ્યાં છે. ગત વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી કુલ 1.34 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો
Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

By

Published : Dec 9, 2021, 1:43 PM IST

  • ગત વર્ષે 1.34 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી
  • રણોત્સવમાં એક માસની અંદર તંત્રને 66.54 લાખની આવક થઇ
  • ઓમિક્રોનના કારણે માત્ર 18 વિદેશીઓએ પ્રવાસે આવ્યાં

કચ્છ: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે રણોત્સવ યોજાતો હોય(Ranotsav is held in Kutch for four months) છે, આ રણોત્સવમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અનેટેન્ટ સિટીમાં રોકાણ પણ કરી રહ્યા છે. આ વર્ષે ઓમિક્રોનના ખરતાનાં કારણે વિદેશી પ્રવાસીઓની હાજરી ખુબજ ઓછી જોવા મળી(Decrease in attendance of foreign tourists at Kutch festival due to Omicron) રહી છે. રણોત્સવમાં એક માસની અંદર તંત્રને 66.54 લાખની આવક થઇ(Ranotsav income of Rs 66.54 lakh) છે.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

ભારતીય પ્રવાસીઓ સારી પ્રમાણમાં ઉમટ્યા

રણોત્સવમાં ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવેલ લોકડાઉન થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા હતા અને આ વર્ષે પણ પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટવા પાછળનું મુખ્ય કારણ આંતરાષ્ટ્રીય ફ્લાઇટ હજી શરૂ નથી થઇ તે પણ હોઇ શકે છે. આ વર્ષે ભારતીય પ્રવાસીઓ સારી પ્રમાણમાં ઉમટ્યા હતા પરંતુ જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં પાછો ઘટાડો નોંધાયો છે.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

કોરોનાની તમામ ગાઇડલાઇનનું કરાય છે પાલન

Lallooji And Sonsના PRO અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે રણોત્સવમાં પ્રવેશ કરતા સમયે દરેક પ્રવાસીઓનું થર્મલ ગન વડે તાપમાન માપવામાં આવે છે તથા તેમને સેનેટાઈઝ કરવામાં આવે છે. ટેન્ટ સિટીમાં આવેલ દરેક ટેન્ટને નિયમિત સેનેટાઈઝ કરવામાં આવે છે, જે કોઈ પણ પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રોકાણ માટે આવે છે તેમને ચેક ઇન સમયે જ માસ્ક અને સેનેટાઈઝરની કીટ પણ આપવામાં આવે છે. પ્રવાસીઓના સામાનને પણ ચેક ઇન સમયે સેનેટાઈઝ કરવામાં આવે છે, ડાઇનિંગ એરિયા, ટ્રાવેલિંગ માટેની કાર, બેટરી વાળી ગાડીઓ વગેરેને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

કોરોના મહામારીના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા દેશમાં અને ગુજરાતમાં પણ વધી રહી છે. આ માટે જિલ્લાના વહીવટી તંત્ર તથા આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયા છે અને નવા ઓમિક્રોન વેરીયન્ટના સંક્રમણને અટકાવવા માટે ચુસ્ત નિયમો સાથેની અમલવારી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ખાસ કરીને વિદેશથી આવતા લોકોની તમામ નોંધ રાખવામાં આવે છે. ઓમિક્રોનના કારણે આ વર્ષે કચ્છના રણોત્સવમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે વિદેશી પ્રવાસીઓ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

ઓમિક્રોનના કારણે માત્ર 18 વિદેશીઓએ પ્રવાસે આવ્યાં

આ વર્ષે રણોત્સવ શરૂ થયાના એક મહિનામાં 65,802 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગત વર્ષે 55 વિદેશી પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી પણ આ વર્ષે આંતરાષ્ટ્રીય ફલાઇટમાં અનેક મુશ્કેલીઓના કારણે હજુ સુધી માત્ર 18 પ્રવાસીઓએ જ મુલાકાત લીધી છે.

Kutch ranotsav: ઓમિક્રોનના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓમાં નોંધાયો ઘટાડો

1 માસમાં રણોત્સવથી તંત્રને 66.54 લાખની આવક : મામલતદાર

રણોત્સવની મુલાકાત લેવા માટે ભિરંડિયારી ગામ પાસે ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા ઉભી કરાયેલ ચેકપોસ્ટમાંથી પરમીટ લેવી પડે છે જે થકી તંત્રને આવક ઊભી થાય છે. આ વર્ષે એક મહિનામાં પ્રવાસીઓ અને તેમની ગાડીઓની પરમીટમાંથી તંત્રએ રૂપિયા 66,54,064ની આવક થઇ છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નાતાલ, ન્યુ યર અને ઉત્તરાયણ જેવા તહેવારો થકી પ્રવાસીઓનો ધસારો વધવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે આવનારા સમયમાં મુલાકાતીઓની કુલ સંખ્યા અને કમાણીમાં સારો એવો વધારો થઇ શકે છે.

આ પણ વાંચો :'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા': 1લી નવેમ્બરથી રણોત્સવનો થશે શુંભારંભ

આ પણ વાંચો : કચ્છમાં 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યાં અને સરકારને 1.31 કરોડની આવક થઈ

ABOUT THE AUTHOR

...view details