અનરાધાર અને કમોસમી વરસાદે કછડા સફેદ રણના આનંદમાં વિક્ષેપ ઉભો કર્યો છે.. ઠંડી વધવાની સાથે પાણી સુકાઈ રહ્યું હોવાથી હવે કચ્છના સફેદ રણનું સૌદર્ય ઔર ખીલી ઉઠશે. જો કે, નવેમ્બર માસમાં જ રણોત્સવ શરૂ થઈ જતાં અત્યાર સુધી રણમાં પહોંચેલા પ્રવાસીઓ ચોક્કસપણે નારાજ થયા હતા.
ખોટી ઉતાવળ, સાચી સ્થિતિ, ચાલો રણોત્સવના આયોજનમાં તંત્રની ભૂલોની સફરે... - કચ્છ રણોત્સવ 2019
કચ્છ: કચ્છ રણોત્સવનો પ્રાંરભ 1 નવેમ્બરથી કરી દેવાયો હતો. જેને રવિવારના રોજ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો. પરંતુ રણમાં હજુ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે સફેદ રણ હજુ પૂર્ણ રીતે તૈયાર થયું નથી. ભારે વરસાદ અને કમોસમી વરસાદને પગલે રણમાં પાણી હજુ સુધી સુકાયા નથી. જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.
ગત નવેમ્બર માસમાં જ સ્થાનિકોએ ઉતાવળ નહી કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જ રણોત્સવનો પ્રારંભ કરવાનું સૂચન કર્યું હતું. જો કે, તંત્રએ અને સરકારે બન્નેએ રણોત્સવનો પ્રારંભ કરાવી દીધો હતો. જેને પગલે અત્યાર સુધી સફેદ રણ જોવા પહોંચેલા પ્રવાસીઓ થોડા નારાજ થયા હતા. જો કે, હવે પાણી સુકાઈ રહ્યા છે અને તીવ્ર ઠંડીની શરૂઆત થતાં જ સફેદ રણ પૂર્ણ રીતે બની જવા માટે તૈયારી થઈ રહ્યું છે.
ETV ભારત સાથે વાત કરતા મુળ ગુજરાતી અને કેનેડા સ્થાયી થયેલા પ્રિંયકા પાંડેએ જણાવ્યું હતું કે, સફેદ રણનો અનુભવ ખૂબ યાદગાર રહ્યો છે. દેશના અંતિમ છેવાડે સુવિધાઓ સાથેનું આયોજન સરાહનીય છે. ઝિમ્બાવવેથી આવેલી પ્રવાસીએ કહ્યું હતું કે, અલગ જ માહોલ અને સંસ્કૃતિ જાણીને આનંદ થયો છે.