કચ્છ જિલ્લા કલેકટર એમ.નાગરાજન દ્વારા રણોત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે માર્ગો, વોચ ટાવર, આરોગ્ય અને અગ્નિશમન સેવા, સંદેશા-વ્યવહાર, ટોઇલેટ-પાણીની સુવિધા સંબંધેનાં આનુષાંગિક કામો ઝડપભેર પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને ટેન્ટસીટીના ખાનગી સંચાલકોને પ્રવાસીઓની સુરક્ષા માટે અલાયદી ફાયર સેફટી સુવિધા રાખવા, ગોરેવાલીથી ટેન્ટસીટી સુધી લીગલ પરમીશન મેળવ્યા વિનાના ઇપણ ખાનગી ધોરણે ટેન્ટ ઊભા ન થાય તે માટે જોઇન્ટ ટીમનું તાત્કાલિક ગઠન કરી કાર્યવાહી કરવા તેમજ પાણી પુરવઠા વિભાગને પણ ઇલીગલ ટેપીંગ ન થાય તેની તકેદારી રાખવા, મેડીકલ ટીમોને તૈયાર રાખવા, સંદેશા-વ્યવહારની સુવિધા સતત કાર્યરત રાખવા તાકીદ કરી હતી.
કચ્છ રણોત્સવઃ પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા અંગે તંત્રએ આયોજનનો રિવ્યુ લીધો
કચ્છઃ દેશ-વિદેશથી કચ્છનાં પ્રખ્યાત સફેદ રણનો નજારો માણવા ધોરડો આવતાં પ્રવાસીઓની સુરક્ષા સહિતના મુદ્દે કચ્છ કલેક્ટર એમ.નાગરાજને એક મિટિગ બોલાવી હતી. જેમાં તંત્રની પરવાનગી વગર શરૂ થયેલી ખાનગી ટેન્ટસીટી સામે કાર્યવાહી કરવાના આદેશ કરાયા હતા. આ ઉપરાંત ખાનગી સંચાલકો દ્વારા ઊભી કરાયેલ ટેન્ટસીટીમાં અલગથી અગ્નિશમન સુવિધા ઊભી કરવામાં ટેન્ટસીટી સુધી ખાનગી ધોરણે ટેન્ટ ચલાવવા માટેની લીગલ પરમીશન મેળવી લેવા તેમજ પાણીનું ઇલીગલ ટેપીંગ ન થવું જોઇએ, સહિતના રણોત્સવ-2019-20ની આનુષાંગિક કામગીરીની ચર્ચા-વિચારણા માટે મળેલી બેઠકમાં નિર્દેશો આપવામાં આવ્યાં હતા.
પ્રવાસી સલામતી માટે વોચટાવર ઉપર જતાં પ્રવાસીઓનાં ધસારાને નિયંત્રિત કરવા કંટ્રોલ કક્ષ ઊભો કરવા, વિદેશથી આવતાં પ્રવાસીઓના સી ફોર્મ ભરાવા, ફુડ અને ક્રાફટ સ્ટોલની ૧૧૩૧ આવેલી અરજીઓ સંબંધે ફુડ-ક્રાફટ સ્ટોલની જગ્યા વધારવા, ઊંટ અને ઘોડાગાડી માટે નોંધણી અને વાડાની વ્યવસ્થા ગોઠવવા, ટેન્ટસીટી સરાઉન્ડીંગ સીસીટીવી ગોઠવવા,ગેટ ઓફ રણ રીસોર્ટમાં ફાયર સેફટી માટે પાણીની લાઇન વ્યવસ્થા કાર્યરત કરવા, કાળા ડુંગર ખાતે ટ્રાફિક નિયમન તેમજ ધોરડો માર્ગે કેટઆઇ, સફેદ પટ્ટા અને અકસ્માત નિવારવા સાઇનબોર્ડ મૂકવાની કામગીરી સંબંધે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરી નિર્દેશો અપાયાં હતા.બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલાએ ગત બેઠકના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી આનુષાંગિક કામગીરીને અગ્રતા આપવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.