ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુંડ ચોરાવાની શંકાએ માધાપરથી બે લોકોનું અપહરણ, કચ્છ પોલીસે 7ને ઝડપ્યા

માધાપર નજીકના રામકાંટા નજીકથી ગઈ રાત્રે બોલેરો કારમાં બે લોકોના અપહરણો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. સુરેશભાઇ છોટુલાલ ગેહલોત તથા વિક્રમ પુનરલાલ રોહરાને બોલેરો કાર તથા કાળા કલરની બાઇકમાં કેટલાક અજાણ્યા શખ્સો અપહરણ કરી નાસી છુટ્યાનું પોલીસના ધ્યાને આવતા પોલીસ દોડતી થઇ હતી. રાત્રે 1.30 વાગ્યે સામે આવેલા બનાવની જાણ થતાં જ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી સહિત વિવિધ પોલિસ મથકોને એલર્ટ કરી દેવાયા હતા તો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી. જેમાં 7 શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

કચ્છ પોલીસે 7ને ઝડપ્યા
કચ્છ પોલીસે 7ને ઝડપ્યા

By

Published : May 24, 2021, 9:06 AM IST

  • લોકલ ક્રાઇમ બ્રાન્ચે અપહરણનો ભોગ બનેલા બે લોકોને છોડાવ્યા
  • ભુંડ ચોરાવાની શંકાએ કરાયું અપહરણ
  • અપહરણમાં સામેલ કુલ 7 શખ્સની ધરપકડ કરાઈ
  • બપોરથી સાંજ સુધી પોલીસને દોડાવ્યા

કચ્છ:અપહરણકારો માધાપરથી અપહરણ કર્યા બાદ બન્નેને કુકમા તરફ લઇ ગયા હતા. વિવિધ સર્વેલન્સ સ્ટાફ તથા અન્યની મદદથી તપાસ કરતા અપહરણકારો અંજાર તરફ નાસી ગયાનું ધ્યાને આવતા પોલીસની એક ટીમ તથા અંજાર પોલીસને પણ એલર્ટ કરી દેવાઇ હતી. જો કે પોલિસ ત્યાં પહોંચે તે પહેલા જ પોલિસની સતર્કતાને સમજી અપહરણકારો કાર બદલી ભોગ બનનારને મુન્દ્રા તરફ લઇ ગયા હતા. જો કે મુન્દ્રા પોલિસને પણ જાણ કરી દેવાઇ હતી અને સકંજો વધુ કસાઇ રહ્યો હોવાનું સમજી ગયેલા અપહરણકારો ભુજ તરફ પાછા નાસી રહ્યા હતા ત્યારે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા B-ડિવિઝન પોલીસે તેને ભારાસર નજીકથી ઝડપી પાડ્યા હતા. ભોગ બનનારા બન્ને વ્યક્તિઓને છોડાવવા સાથે 4 શખ્સો પોલસની ગીરફ્તનાં આવ્યા બાદ અપહરણમા સામેલ 7 વ્યક્તિઓની B-ડિવિઝન પોલિસે ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી

ભુંડ ચોરાવાની શંકાએ અપહરણ

અજય ગોવિંદ ખોખરા, પ્રવિણ સુંદરલાલ ગેહલોત, દિપક મુકેશ ભીલ, નરેશ વાલજી મકવાણા, કમલ રાજુ નકવાલ, વિનોદ વિક્રમ ચૌહાણ તથા વિનોદ ઉર્ફે દાદુ રામપાલ છાપરીબંધ આ તમામ અપહરણકારો ભુજ પાલિકા તથા અન્ય જગ્યાએ છુટક મજુરી કામ કરે છે સાથે ભુંડ પકડવાનું પણ કામ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર બન્ને ભુંડ ચોરી જતા હોવાની શંકા રાખી તેનું અપહરણ કરી તેને શબક શીખડાવવા માટેનો પ્લાન તમામે સાથે મળી બનાવ્યો હતો. તેવું પ્રાથમિક નિવેદનમાં પોલિસને જણાવવામાં આવ્યું હતું. જો કે પોલિસે કોવિડ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ સહિતની કામગીરી શરૂ કરી વિશેષ પુછપરછ શરૂ કરી છે. પોલિસે બે કાર અને એક બાઇક પણ કબ્જે કરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા LCBએ બાઈક ચોરી કરતા બે શખ્સોને ઝડપ્યા

અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અપહરણકર્તા પાસેથી બન્ને લોકોને છોડાવ્યા

રાત્રે અપહરણ થયાના સમાચારો બાદ પુર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ સતર્ક બની હતી અને અપહરણકારો પણ ભુજ, અંજાર, મુન્દ્રા અને ત્યાર બાદ ભુજ પોલીસને ચક્કર મરાવતા રહ્યા પરંતુ અંતે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અપહરણકર્તા પાસેથી બન્ને છોડાવવા સાથે 4 શખ્સોને ઝડપ્યા બાદ પ્લાનમાં સામેલ તમામ 7 શખ્સોની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details