ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈમાં કચ્છીજનો મુશ્કેલીમાં મૂકાયા, સાંસદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને કરી રજૂઆત - વિનોદ ચાવડા

કચ્છ અને મુબઈ વચ્ચે સીધો સંપર્ક છે અને મોટી સંખ્યામાં કચ્છીજનો મુંબઈમાં વસવાટ કરે છે. કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનની મુદ્દતમાં વધારો કર્યો છે, ત્યારે અનેક કચ્છીજનો મહારાષ્ટ્રમાં મુસીબતમાં મૂકાયા છે, જેમને મદદ માટે કચ્છના સાંસદએ મહારાષ્ટ્ર સરકાર અને રાજય સરકારને રજૂઆત કરી છે.

મુંબઈમાં કચ્છીજનો મુશ્કેલમાં, કચ્છના સાંસદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને કરી રજુઆત
મુંબઈમાં કચ્છીજનો મુશ્કેલમાં, કચ્છના સાંસદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને કરી રજુઆત

By

Published : Apr 12, 2020, 8:02 PM IST

કચ્છઃ સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો લોકડાઉન વધારી શકે છે અને અમૂક રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે. જેમાં મહારાષ્ટ્ર સરકારે પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે.

સાંસદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને કરી રજુઆત

ત્યારે મુંબઈમાં વસ્તા કચ્છીજનો જે નાના કામદાર અને નાના રોજગાર લઈને ત્યાં રહે છે, તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરવા અને કચ્છીજનોને મદદરૂપ થવા માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે અને આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને પણ પત્ર લખી મહારાષ્ટ્ર સરકારને ભલામણ કરવા રજૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details