ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : ભુજમાં 3 દિવસ નાટકનું આયોજન, નાટય સ્પર્ધા મહોત્સવમાં વિજેતા નીવડેલા ત્રણ નાટકનો રસથાળ - ભુજમાં 3 દિવસ નાટકનું આયોજન

આ વર્ષની શરુઆતે 15માં નાટય સ્પર્ધા મહોત્સવમાં વિજેતા નીવડેલા ત્રણ નાટકનો રસથાળ ભુજવાસીઓ સમક્ષ આવ્યો છે. એલએલડીસી અને ભવન્સ કલ્ચરલ ક્લબ અંધેરી દ્વારા ભુજમાં 3 દિવસ નાટકનું આયોજન થયું છે. કયા નાટકો છે અને તેની થીમ શું છે જૂઓ.

Kutch News : ભુજમાં 3 દિવસ નાટકનું આયોજન, નાટય સ્પર્ધા મહોત્સવમાં વિજેતા નીવડેલા ત્રણ નાટકનો રસથાળ
Kutch News : ભુજમાં 3 દિવસ નાટકનું આયોજન, નાટય સ્પર્ધા મહોત્સવમાં વિજેતા નીવડેલા ત્રણ નાટકનો રસથાળ

By

Published : Aug 5, 2023, 3:11 PM IST

15માં નાટય સ્પર્ધા મહોત્સવમાં વિજેતા નાટકોનું મંચન

કચ્છ : ગુજરાતની રંગભૂમિની જાણીતી ભવન્સ કલ્ચરલ ક્લબ અંધેરી દ્વારા જાન્યુઆરી 2023માં 15મા નાટય સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા થયેલ 3 નાટકોને ભુજમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.જેમાં વડોદરાનું "હાઉસફૂલ", ધોળકાનું "આપણે નોખા પણ અનોખા", અને અમદાવાદના "મન મગન હુઆ" નાટકોની પ્રસ્તુતિ કરવામાં આવશે.ભુજમાં મળેલા સારા પ્રતિસાદ બાદ કચ્છમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા શરૂ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

કચ્છમાં ફરીથી નાટકનો રંગમેળો ભરાયો છે અને તેને માણવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટયા હતા. મોટી સંખ્યામાં લોકો આ નાટકો માણવા ઉમટતા ખુશીની લાગણી અનુભવી છે.આગામી સમયમાં ભુજમાં નોખો અને અનોખો કાર્યક્રમ એટલે કે મહિનામાં એક વખત સાંકૃતિક કાર્યક્રમ કરવો જ છે તેવું એલએલડીસી નાટય સ્પર્ધા 2023ના ત્રણ વિજેતા નાટકની પ્રસ્તુતિ સમયે જણાવ્યું હતું...પ્રવીણ સોલંકી(દિગ્ગજ નાટય કલાકાર)

ભુજ ફરીથી બન્યું નાટકમય : ભુજના ટાઉનહોલ ખાતે મુખ્ય આયોજક સંસ્થા એલ.એલ.ડી.સી.ના ચેરમેન દીપેશભાઇ શ્રોફ, ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના લલિતભાઇ શાહ અને પ્રવીણ સોલંકીના હસ્તે દીપ પ્રાગટય સાથે નાટય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજની નાટયપ્રેમી જનતાને ગુજરાતના અલગ અલગ શહેરોના પ્રતિષ્ઠિત કલાકારોના ગ્રુપના નાટકનો ઘરઆંગણે લહાવો ફરી એક વાર મળ્યો છે અને જાન્યુઆરીમાં યોજાયેલા નાટ્ય સ્પર્ધામાં વિજેતા થયેલા નાટકોને ભુજમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.

નાટકની તસવીરી ઝલક

3 દિવસ જુદાં જુદાં નાટકો યોજાશે :પહેલા દિવસે વડોદરાનું નાટક‘હાઉસફુલ’ એક્લાં જીવતાં વૃદ્ધ દંપતીને સાંકળીને વૃદ્ધાવસ્થા એક અભિશાપ છે, ક્યાંક તો કુટુંબ વચ્ચે રહીને પણ એકલા દંપતીની પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડે છે. પંચમવેદ એન્ટરટેઇનમેન્ટના આ નાટકના દિગ્દર્શક કિરણ પાટિલ છે. બીજા દિવસે રજૂ થનારા નાટક ‘આપણે નોખા પણ અનોખા' જે મૂક નાયક ચેરિ. ટ્રસ્ટની પ્રસ્તુતિ છે. તેના લેખક-દિગ્દર્શક ધોળકાના મેહુલ મોર્ય છે. તથાગત ગોતમ બુદ્ધનું કહેવું કે, દુનિયામાં સર્વત્ર દુઃખ છે. દરેક માણસ કોઇને કોઇ વસ્તુથી દુ:ખી છે. આ નાટક આવાં જ બે પાત્રો સાથે આવે છે.

આ નાટકોનું આયોજનની શરૂઆત LLDC અને ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદ હવે અન્ય આયોજનો પણ ભુજમાં થઈ રહ્યા છે તે ખુશીની વાત છે.આવતા અઠવાડિયે ભુજના ટાઉન હોલમાં આદિત્ય ગઢવીનું હાજી કાસમ તારી વીજળી નાટક યોજાવાનું છે જે ભુજવાસીઓ માટે આનંદની વાત છે....દીપેશભાઈ શ્રોફે(ચેરમેન, LLDC ચેરમેન)

ગુરુ સાથેના સંબંધોની તપાસ : ત્રીજા અને અંતિમ દિવસે લેખક ડો. સતીશ વ્યાસ, દિગ્દર્શક ડો. વિક્રમ પંચાલ તથા શૌનક વ્યાસના નાટક ‘મન મગન હુઆ' પ્રસ્તુત કરવામાં આવશે.આ નાટક સ્પર્ધામાં પ્રથમ આવેલું નાટક છે. એક યુવતી પોતાની માતાના તેમના ગુરુ સાથેના સંબંધોની તપાસ કરવા નીકળે છે. તેની માતા અને ગુરુ વચ્ચે ગુરુ-શિષ્યા કરતાં કંઇક વિશેષ સંબંધ છે. આ સંબંધમાં રહેલી વિશિષ્ટતાની વ્યાખ્યા તે કરી શકતી નથી એવી વાતને આ નાટકમાં વર્ણવવામાં આવી છે.

દર મહિને કંઇક નોખું કંઇક અનોખું લાવશું : ભવન્સ કલ્ચરલ સંસ્થાના લલિતભાઇ શાહે જણાવ્યું હતું કે,"ગુજરાતના જુદા જુદા શહેરોના 45 જેટલા ફૂલ લેંથના નાટકો ભજવાયા તેમાંથી જે પસંદ પામ્યા તે નાટકો મુંબઈમાં ભજવાયા હતા અને મુંબઈમાં વિજેતા પામેલા નાટકો ફરીથી ભુજની જનતા માણે તે દૃષ્ટિએ આ આયોજન કરવામાં આવ્યું છે.કચ્છની સાંસ્કૃતિક ધરોહરને આગળ વધારવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને ભુજની પ્રજાના બહોળા પ્રતિસાદે બતાવી દીધું કે અમે તમારી સાથે છીએ અને આગામી સમયમાં કચ્છની પ્રજા માટે દર મહિને કંઇક નોખું કંઇક અનોખું લઈને આવીશું."

ભુજની પ્રજા કોમર્શિયલ નાટકો પણ જોવા તૈયારઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં કાંતિસેન શ્રોફ `કાકા'ના જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી ભવન્સ કલ્ચરલ દ્વારા પ્રથમ વખત કચ્છમાં નાટય સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે ભુજના લોકોએ સ્પર્ધાત્મક નિહાળ્યા બાદ હવે કોમર્શિયલ નાટકો જોવા પણ તૈયાર છે અને આગામી સમયમાં સ્ટેજના દિગ્ગજ કલાકારોને નાટકો ભજવતા ભુજની પ્રજા જોશે.

  1. Kutch News : જાહેરનામા સાથે રુદ્રમાતા પુલ બંધ, વૈકલ્પિક રુટને લઇ ટ્રકમાલિકોમાં નારાજગી
  2. Kutch News : કચ્છમાં કુદરતના સફાઈ કામદાર ગીધની સંખ્યામાં મોટો ઘટાડો, કારણ જાણો
  3. Bhuj Open Air Theatre : ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો

ABOUT THE AUTHOR

...view details