કચ્છ : અદાણી પોર્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ યુટિલિટીએ ફક્ત 329 દિવસમાં 300 મિલીયન મેટ્રીક ટન કાર્ગોનું વોલ્યુમ વટાવીને પોતાનો 354 દિવસના કાર્ગો પરિવહનનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે. સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલીટી અને વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પ અદાણી સમૂહનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ 23 ફેબ્રુઆરી 2023ના રોજ માત્ર 329 દિવસમાં 300 મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫ી ભારતીય કાર્ગો વોલ્યુમના ક્ષેત્રમાં અગ્રેસર ભૂમિકા જારી રાખી છે.
મહત્ત્વનું છે વોલ્યુમની દ્રષ્ટિએ કાર્ગો પરિવહન APSEZના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો વોલ્યુમમાં થયેલો સુધારો એ ગ્રાહકોનો મજબૂત વિશ્વાસનો પુરાવો દર્શાવી રહ્યું છે. કાર્યક્ષમતામાં નિરંતર સુધારા અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતાથી ખાનગી ક્ષેત્રનું દેશનું અવ્વલ નંબરનું APSEZનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ હરીફોને પાછળ મૂકીને પરિવહન કરવામાં આવતા કાર્ગો માટે સૌથી મોટું બંદર બની રહ્યું છે.
આ પણ વાંચો ત્રણ દેશના કોર્ગો હેન્ડલ નહી કરે તો અદાણીના મુંદ્રા પોર્ટને કરોડોનું નુકસાન થશે
તેજીનો સંકેત : મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ધોરણોના માનદંડ સાથે વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવા આપે છે.. બંદરો પર પરિવહન કાર્ગોના જથ્થામાં વધારો દેશની અર્થવ્યવસ્થામાં તેજીનો સંકેત છે. ભારતમાં લગભગ 95 ટકા વેપારી જથ્થાનું પરિવહન દરિયાઈ માર્ગે થાય છે. ત્યારે આપણી પાસે વિશ્વ કક્ષાનું મેગા પોર્ટ હોવું અનિવાર્ય છે. પોર્ટે સરકારી સંસ્થાઓ સાથે કન્સેશન એગ્રીમેન્ટ દ્વારા ભારતના દરિયા તટ ઉપર અંતર્દેશીય કન્ટેનર ડેપો અને વેર હાઉસીસ સાથે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે જે પોતાની માલિકીની રેક સાથે જટિલ રીતે સંલગ્ન છે અને અંતરિયાળ 70 ટકાથી વધુને આવરી લે છે.
રોજગારીના દરમાં વધારો :અદાણી પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ્સ પર 4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે તે વૈશ્વિક વેપારમાં તેનો વેપાર હિસ્સો વધારે છે. ઉપરાંત ગ્રાહકોને ઓછા ખર્ચે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ બનાવે છે. મેરી ટાઇમ સાથે સંકળાયેલો નીચો લોજિસ્ટિક્સ ખર્ચ ભારતીય વ્યવસાયોને વિશ્વભરમાં માલની નિકાસ કરવાની અનુકૂળતા કરી આપે છે. જે કામગીરીના પરિણામે રોજગારીની તકો પણ વધારે છે.
વધુ નવી સેવાઓ ઉપલબ્ધ :કન્ટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને સમયસર ડિલીવરીને કારણે APSEZ ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ ઉપલબ્ધ થઇ છે જેથી વોલ્યુમમાં વધારો થયો છે. મુન્દ્રા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 1501 ખાતરની રેક મોકલી હતી જેમાં કુલ 4.8 મિલીયન મેટ્રીક ટન કાર્ગો મોકલવામાં આવ્યો હતો. જહાજોને બંદર પર વધુ રાહ જોવી પડતી નથી જેના કારણે ખેડૂતો સુધી ખાતરોની ઝડપી ડીલીવરી પહોંચે છે. આ વર્ષે વિક્રમજનક અનાજ ઉત્પાદન અને રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે કૃષિ નિકાસમાં વૃદ્ધિ થઇ હતી જેણે કૃષિ નિકાસ માટેની તકો ખોલી હતી.
આ પણ વાંચો એરપોર્ટથી આવતા નાણાં પર ચૂંટણી પંચની નજર, કાર્ગો હેન્ડલિંગ પર તપાસ, 282 કરોડ રોકડ જપ્ત
3508 કોમર્શિયલ જહાજોનું સંચાલન : મુંદ્રા પોર્ટે રેકોર્ડ RO-RO નિકાસ નોંધાવી છે જેમાં મોટાભાગે કંપનીના ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિ.ને કારણે 18 ટકાનો વધારો થયો છે. ભારતના કેમિકલ હબની નજીક હોવાને કારણે હજીરા રાસાયણિક જથ્થામાં સતત વૃદ્ધિનું સાક્ષી રહ્યું છે. આ વર્ષે તેમાં 16 ટકા વૃદ્ધિ જોવા મળી છે. MSC અને CMA-CGM જેવી વિશ્વની સૌથી મોટી શિપિંગ લાઇન્સ સાથે ભાગીદારીને કારણે કન્ટેનર બિઝનેસમાં નેતૃત્વ મજબૂત બન્યું છે. મુન્દ્રા પોર્ટે એકલાએ 3508 કોમર્શિયલ જહાજોનું સંચાલન કર્યું છે, જે દેશના સૌથી મોટા કન્ટેનર જહાજ APL Raffles અને સૌથી ઊંડા ડ્રાફ્ટ કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને હોસ્ટ કરે છે.
વીજળીકરણ 2023માં પૂૂર્ણ કરવાનું લક્ષ્ય : અહીં ઊર્જા અને ઉત્સર્જનની તીવ્રતા 2016ના સ્તરેથી લગભગ 41 ટકા અને પાણીની તીવ્રતામાં 56 ટકા જેટલો ઘટાડો થયો છે. રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેન્સ અને ક્વે ક્રેન્સનું વીજળીકરણ થયું છે અને મોબાઈલ હાર્બર ક્રેન્સનું વીજળીકરણ પ્રગતિમાં છે. જે 2023માં પૂૂર્ણ કરવાનું લક્ષ્ય છે. એન્નોર, કટ્ટુપલ્લી, હજીરા અને મુન્દ્રા ખાતે ડીઝલ આધારિત ઈન્ટરનલ ટ્રાન્સફર વ્હીકલ્સ ને ઇલેક્ટ્રિક આઈટીવીમાં ૫રિવર્તિત કરવામાં આવી રહ્યા છે. 2023ના નાણાકીય વર્ષના 9 માસમાં વીજળીનો નવીનીકરણીય હિસ્સો લગભગ 13 ટકા રહ્યો છે. કેપ્ટિવ ધોરણે 250 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા સ્થાપિત કરવાની તેની યોજના પણ છે.
ટ્રાન્સશીપમેન્ટ પોર્ટનો વિકાસ : અદાણી પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કેરળમાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અદાણીના પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે જે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની દિશામાં મદદ મળશે.