ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં કચ્છઃ ભૂજોડીમાં અંધજન મંડળના દિવ્યાંગોને મેડીકલ કીટનું વિતરણ - District Security Officer A.P. Rohadia

લોકડાઉન દરમિયાન જિલ્લા સુરક્ષા અધિકારી એ.પી. રોહડીયા દ્વારા ભુજ તાલુકાના ભુજોડી નજીક આવેલા નવચેતન અંધજન મંડળની મુલાકાત લઇ માસ્ક, સેનિટાઇઝર્સ સહિતની મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કચ્છ લોકડાઉન - તંત્ર દ્વારા ભૂજોડી ગામે નવચેતન અંધજન મંડળના દિવ્યાંગોને મેડીકલ કીટનું વિતરણ
કચ્છ લોકડાઉન - તંત્ર દ્વારા ભૂજોડી ગામે નવચેતન અંધજન મંડળના દિવ્યાંગોને મેડીકલ કીટનું વિતરણ

By

Published : Apr 24, 2020, 10:48 PM IST

કચ્છઃ જિલ્લામાં લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા તેમજ લોકડાઉન દરમિયાન લોકોને કોઇ પણ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર માનવીય અભિગમ સાથે સતત કાર્યરત છે. આ સાથે જ જિલ્લાના દિવ્યાંગ વ્યક્તિઓને પણ કોઇ મુશ્‍કેલી ન પડે તે માટેની માવજત કરવા જિલ્લાતંત્રના સંવેદનશીલ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

દિવ્યાંગ વ્યક્તિઓની કાળજી અને સલામતી માટે ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલા માર્ગદર્શિકાના અમલીકરણ માટે તેમજ "The Right of Person With Disabilities Act-2016"ના સેક્શન 8 પ્રમાણે કુદરતી આપત્તિ/મહામારીના સમયે દિવ્યાંગજનોને સલામતી તેમજ રક્ષણ મળી રહે તે માટે કલેક્ટર કચેરીના જિલ્લા આપત્તિવ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જિલ્લા કક્ષાએ સમિતિની રચના પણ કરવામાં આવેલી છે.

આ અન્‍વયે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાના પગલે, ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ, જિલ્લા સુરક્ષા અધિકારી એ.પી. રોહડીયા દ્વારા ભુજ તાલુકાના ભુજોડી નજીક આવેલા નવચેતન અંધજન મંડળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન નવચેતન અંધજન મંડળના સ્ટાફ સાથે ચર્ચા કરીને આનુષંગિક સ્થિતિની માહિતી મેળવી હતી. તેમજ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

દિવ્યાંગોને સલામતીની સાથે સર્જનાત્‍મક મનોરંજન મળી રહે તે રીતે રીક્રીએશનલ એક્ટીવીટીસ હાથ ધરવા જણાવાયું હતું. નવચેતન અંધજન મંડળના પ્રાંગણની રૂબરૂ મુલાકાત લઈ, તમામ વ્યવસ્થાઓની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં સમીક્ષા કરાઇ હતી. તેમજ દિવ્યાંગો અને સ્ટાફનું મેડિકલ સ્ક્રીનીંગ કરાયું હતું.

માસ્ક, સેનિટાઇઝર્સ સહિતની મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ દિવ્યાંગોની વિશેષ કાળજી, સલામતી અને પ્રગતિ માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હંમેશા મદદ મળશે એમ તેમને ખાતરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details