કચ્છઃ બોટાદ લઠ્ઠાકાંડ ચકચાર (Botad Lattha kand Case)મચાવી છે. પૂર્વ કચ્છ LCBએ છેલ્લા ત્રણ માસથી દેશી દારુના અડ્ડાઓ ( Liquor raids in Kutch)પર તવાઇ બોલાવવાનું જારી રાખ્યું છે. જેમાં ગાંધીધામ, અંજાર અને રાપરમાં દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી રૂપિયા 12000નો મુદ્દામાલ જપ્ત કરી બે મહિલા બુટલેગર સહિત 6 વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ( Liquor banned in Gujarat )ધરવામાં આવી હતી.
ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી -પૂર્વ કચ્છ LCBના PI એમ.એન.રાણાએ જણાવ્યું હતું કે, દેશી દારુની વધી ગયેલી બદીને ડામવા છેલ્લા ત્રણ મહિનાથી દરોડાઓ પાડી કડક કાર્યવાહી Kutch LCB raids)કરવામાં રહી છે. અંજારના વીડીના સીમ વિસ્તારમા ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી મુકેશ ધનજી કોલી અને સલીમ જુમા શેખ વિરુધ્ધ કાર્યવાહી (Botad Lattha kand )કરવામાં આવી છે. ગાંધીધામના સેક્ટર-1A માં ભઠ્ઠીનો નાશ કરી સોની મગન અને ગીતા પરબત સામે તેમજ રાપરના ડાભુંડા ખાતે કોમ્બિંગ કરી પ્રવિણસિંહ હીરજી પીર અને નીરૂભા ચમનસિંહ પીર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃBotad Latthakand Case: મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે