લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક કચ્છ: કબરાઉમાં આવેલ મોગલધામ કે જ્યાં લોકો પોતાની મોગલ માં પાસે વિવિધ માનતાઓ રાખીને પૂર્ણ થતાં દર્શનાથે આવે છે. અહીં માં મોગલ ભક્તોના વર્ષો જૂના રોગને દૂર કરી દે છે.આ ધામની ખાસિયતની વાત કરવામાં આવે તો આ ધામ ખાતે કોઈ પણ પ્રકારનું દાન કે દક્ષિણા સ્વીકારવામાં નથી આવતું. અહીં મોગલકુળના બાપુ અહીં દાન આપવા આવતા ભક્તોને કહે છે કે મા મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે. આ મણીધર વડવાળી મોગલમાંના દરબારમાં દરરોજ હજારો લોકો દર્શનાર્થે આવે છે.
દરરોજ હજારો લોકો આવે છે દર્શનાર્થે મોગલમાંના દરબારમાં દરરોજ હજારો લોકો આવે છે દર્શનાર્થે:કચ્છમાં અનેક દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો આવેલા છે. આ મંદિરોમાં દેવી-દેવતાઓ અવારનવાર પોતાનો પરચો પૂરો પાડતા હોય છે. કહેવાય છે કે જો દેવી દેવતાઓમાં વિશ્વાસ હોય તો જ આપણી મનોકામના પૂર્ણ થાય. દેવી દેવતાઓ પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. કચ્છના કબરાઉ ખાતે આવેલ મોગલધામમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં મા મોગલ હાજરાહજુર છે અને વખતો વખત શ્રધ્ધાળુઓને સાક્ષાત પરચા પણ આપ્યા છે.
વિશાળ વડના ઝાડ નીચે બિરાજમાન છે આઇ મોગલ વિશાળ વડના ઝાડ નીચે બિરાજમાન છે આઇ મોગલ:ભચાઉથી 16 કિમીના અંતરે માં મોગલનું ધામ આવેલું છે.આ મોગલધામ શ્રદ્ધાળુઓની રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું છે.ભુજ -ભચાઉ હાઇવે પરથી પસાર થાઓ એટલે દૂરથી મા ની ધજા અને લાલ રંગમાં લખેલ માં ના સ્તંભના દર્શન થાય છે.માં મોગલ એક વિશાળ વડના ઝાડ નીચે બિરાજમાન છે માટે માતાના નામની સાથે વડવાળી મોગલ પણ જોડાયેલ છે.
ત્રણ પેઢી બાદ માની કૃપાથી દિકરીનો જન્મ થયો ત્રણ પેઢી બાદ માની કૃપાથી દિકરીનો જન્મ થયો:ભાવનગરથી આવેલા શ્રદ્ધાળુ વિશાલ પરમારે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,તેની 3 પેઢીમાં ઘરે દીકરીનો જન્મ નથી થયો પરંતુ મોગલધામની માં મોગલની માનતા રાખી તેમજ અહીઁ માથું ટેકવ્યા બાદ ઘરે દિકરીનો જન્મ થયો છે.માનતા પૂર્ણ થતાં અહીઁ બીજી વાર માથું ટેકવવા આવ્યો છું અને 2100 રૂપિયાનું ચડાવો ચડાવવો હતો પરંતુ અહીં દાન સ્વીકારવામાં નથી આવતું.
અનેક નિસંતાન દંપતીઓને મળ્યું સંતાન સુખ અનેક નિસંતાન દંપતીઓને મળ્યું સંતાન સુખ:મોગલધામમાં આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરીને માતાજીએ અહીં તેમની હયાતિના પુરાવા આપ્યા છે.તો મોગલ મા એ નિસંતાનના ઘરે બાળક સુખ આપીને તેના ઘરે ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતિ અહીંની દીવાલ પર નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે.અહીંની દીવાલો પર લગાડવામાં આવેલ હજારો ફોટો મા ના આશીર્વાદની સાબિતી આપે છે કે આઇ મોગલે અનેકના ઘરમાં દીકરી રુપે દીપ પ્રગટાવ્યો છે.તો આઇએ ગંભીર બિમારીથી પીડાતા અનેક લોકોને મુક્તિ અપાવી છે.
અંધશ્રધ્ધાથી દુર રહેવા કરાય છે અનુરોધ:બાપુએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"તેઓ અંધશ્રદ્ધાનો પુરજોશથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચઢેલા લોકો માર્ગદર્શન આપીને અહીઁ ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ સૂચવવામાં આવે છે. અહીં અંધશ્રધ્ધાને કોઈ સ્થાન નથી.કોઈ જગ્યાએ તાંત્રિક -ભૂવાઓને પૈસા ના આપો તેઓ ખોટા છે.સાચા ભૂવા અને તાંત્રિકોને અહીઁ વંદન કરવામાં આવે છે.મોગલ માં કોઈના શરીરમાં નથી આવતી, માં ભક્તોની રક્ષા કરવા વાળી છે દુઃખ દેવા વાળી નથી."
મોગલધામમાં એક પણ રુપિયાનું દાન સ્વીકારાતુ નથી મોગલધામમાં એક પણ રુપિયાનું દાન સ્વીકારાતુ નથી:આપણે કોઈપણ મંદિરમાં જઈએ ત્યારે ત્યાં આપણને દાન પેટી જોવા મળે છે અને ક્યાંક મંદિર બહાર કાઉન્ટર પણ હોય છે કે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે કે અહીં દાન સ્વીકારવામાં આવે છે પરંતુ અહીં મોટા પોસ્ટર લગાડવામાં આવ્યા છે કે મંદિરમાં પૈસા મૂકવાની મનાઈ છે અને પૈસા મુકનારને મહાપાપ લાગે છે. કબરાઉ મોગલધામમાં એક પણ રુપિયાનું દાન સ્વીકારાતુ નથી. અહીંના બાપુ લોકોને કહે છે કે દાનમાં કે માનતા પૂર્ણ થતાં જે રકમ માં ને ચડાવવા આવો છો તે રકમ ઘરની માં, દીકરી, ફઈઓને આપવાનું જણાવે છે.
પોતાની કુળદેવી અને માં મોગલમાં વિશ્વાસ રાખો પોતાની કુળદેવી અને માં મોગલમાં વિશ્વાસ રાખો:મોગલના આ ધામમાં આવતા લોકોને અહીઁ જણાવવામાં આવે છે કે મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલ માંનો કોઈ દીવો કરવાની જરૂર નથી માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલ માં નું સ્મરણ કરો અને વિશ્વાસ રાખો જેનાથી મોગલ માં ની કૃપા થશે.માં મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે એ તો અઢારે વરણની માં છે. આમ, કચ્છનું આ મોગલધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે અને મોગલ માં અહીઁ હાજરાહજુર છે અને અહીંથી લોકોને અંધશ્રધ્ધા થી દુર રહેવા માટે અનુરોધ પણ કરવામાં આવે છે.
- Patan Deadbody Case: પાઇપલાઇનમાંથી મળેલ મૃતદેહની હત્યા તો નથી થઈ, પોલીસે કર્યો ખુલાસો
- Indian Airforce: IAF એ અસ્થાયી રૂપે મિગ-21 ફાઇટર જેટ પાછા ખેંચી લીધા
- Dakor Crime: વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલિસ કર્મીની પુત્રીનો આપઘાત