કચ્છ:બાગાયતી પાકનું હબ (Kutch is a hub of Bagayati Crop)ગણાય છે જેમાં ખાસ કરીને દાડમ માટે વખણાતા કચ્છમાં હવે દાડમનું વાવેતર કરનાર ખેડૂતોને વિદેશમાંથી પણ દાડમના ઓર્ડર આવી રહ્યાં છે.કચ્છના દાડમની સારી ગુણવત્તાના કારણે વિદેશમાં આ ક્વોલિટીની માંગ વધુ છે.
કચ્છમાં બાગાયતી ખેતી દિવસે ને દિવસે વધી રહી છે - ત્યારે દાડમ, ખારેક,કેરી જેવા બાગાયત ફળોની સિઝનમાં માંગ રહેતી હોય છે,હાલ કચ્છના ખેડૂતો અનેક મુશ્કેલી વચ્ચે દાડમની ખેતી કરી રહ્યા છે,ત્યારે કચ્છના ખેડૂતના દાડમની સારી ગુણવત્તા હોવાથી કચ્છના દાડમ વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે, અનેક રાજ્યોમાંથી વેપારી અહીંયા દાડમ ખરીદવા ( buy pomegranate)માટે આવી રહ્યા છે.
છેલ્લાં ત્રણેક વર્ષોથી ખેડૂતોને બહુ હાલાકી ભોગવવી પડી હતી. આ પણ વાંચો:Pomegranate unaffordable: કચ્છ જિલ્લામાં દાડમના વર્ષો જૂના છોડ ઉખાડી ફેકતાં ખેડૂતો
એક સમયે દાડમના ઝાડ ઉખાડી ફેંકનારા ખેડૂતોને હવે વિદેશથી આવી રહ્યા છે ઓર્ડર -ઉલ્લેખનીય છે કે ઓકટોબર માસમાં કચ્છ જિલ્લાના બીદડા, ભુજપુર અને ઝરપરા વિસ્તારના ખેડૂતો (Farmers of Bhujpur and Zarpara area)દ્વારા ખેતરોમાંથી હજારોની સંખ્યામાંદાડમના ઝાડો ઉખેડી નાખવામાં આવ્યા હતા. છેલ્લા 8-10 વર્ષોમાં કચ્છ જિલ્લામાં મબલક પ્રમાણમાં દાડમનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષોથી ખેડૂતોને બહુ હાલાકી ભોગવવી પડી હતી. બાગાયતી પાકોમાં લાખોની નુકશાની બાદ અને પોષણક્ષમ ભાવો પણ ન મળતાં હોવાથી ખેડૂતોએ દાડમના વર્ષો જૂનાં ઝાડ ઉખેડીને ફેંકી દીધા હતા. પરંતુ આ વર્ષે વેપારીઓને સારા ભાવ મળી રહ્યા(Pomegranate crops getting good prices) છે અને વિદેશમાં એક્સપોર્ટ પણ કરી રહ્યા છે.
સારી ગુણવત્તાના કારણે વિદેશમાં કચ્છના દાડમની માંગ વધારે આ પણ વાંચો:દાડમની ખેતી માટે પ્રખ્યાત બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા અન્ય ખેતી તરફ વળ્યા
કચ્છમાં દર વર્ષે સરેરાશ 2.94 લાખ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન -કચ્છ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 2.94 લાખ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થાય છે.જિલ્લાના વિવિધ તાલુકાના 18,500 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાંથી સૌથી વધારે વાવેતર નખત્રાણા તાલુકામાં 5000 હેક્ટરમાં,માંડવી તાલુકામાં 4686 હેક્ટરમાં, ભુજ તાલુકામાં 4500 હેકટર અને અંજાર તાલુકામાં 3400 હેક્ટરમાં જ્યારે બાકીના તાલુકામાં છૂટાછવાયા 914 હેક્ટરમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કચ્છના ખેડૂતના દાડમની સારી ગુણવત્તા હોવાથી કચ્છના દાડમ વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે સારી ગુણવત્તાના કારણે વિદેશમાં કચ્છના દાડમની માંગ વધારે -કચ્છના દાડમની માંગ વિદેશમાં ખૂબ છે ત્યારે કચ્છના પ્રગતિશીલ ખેડૂતો હવે બાંગ્લાદેશ , તુર્કી , દુબઇ સહિત અન્ય દેશમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે,દાડમના એક્સપોર્ટ કરતા વેપારીઓનું પણ કેહવું છે કે કચ્છના દાડમની સારી ગુણવત્તાના કારણે વિદેશમાં આ ક્વોલિટીની માંગ વધુ છે તો ક્યારેક દાડમના 1 કિલોના 100 રૂપિયા ભાવ મળે છે તો ક્યારેક 20 રૂપિયે કિલો પણ વહેંચવા પડતા હોય છે.