રાજાશાહી વખતનો રાજેન્દ્ર બાગ બન્યો વેરાન, નવીનીકરણ બાદ ભુજવાસીઓને મળશે ભેટ કચ્છ : પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહેલા કચ્છના પાટનગર ભુજમાં રાજાશાહી સમયથી પ્રવાસીઓને આકર્ષવા અનેક સ્થળો હતા, એ પૈકીનું એક રાજેન્દ્ર બાગ કે જે ભુજના હૃદય સમા હમીરસર તળાવની વચ્ચે આવેલું છે. જ્યાં એક સમયે લાઈટ એન્ડ ફાઉન્ટેન શો થતો, અંદર હોટલ ચાલુ હતી, બાળકો માટે રમતગમતના સાધનો પણ હતા, તો પ્રવાસીઓ માટે ફોટોગ્રાફી માટે પસંદગનું સ્થળ હતું. જે જાળવણીના અભાવે વેરાન બની ગયું હતું. જેનું હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા એક કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે.
પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર :રાજાશાહી સમયના રાજેન્દ્રબાગનું ભુજ નગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશનનું કામ તો થઈ રહ્યું છે, પણ તેમાં અનેક રીતે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભુજ નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે. ભુજના હમીરસર તળાવ મધ્યે આવેલા રાજેન્દ્ર પાર્ક જાળવણીના અભાવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ ચારે તરફ તળાવ હોય અને વચ્ચે બગીચો હોય તે જોવા અહીં આવતા હતા. પ્રકૃતિનો આનંદ માણતા હતા, પરંતુ તે જ રાજેન્દ્ર બાગ છેલ્લાં થોડાક સમયથી વેરાન બની ગયો હતો.
રાજાશાહી વખતનો રાજેન્દ્ર બાગ કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો :ભુજ નગરપાલિકા દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે રાજેન્દ્ર પાર્કનું નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચ કરવા છતા પણ નક્કર કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ વિપક્ષએ કર્યો છે. ભુજ પાલિકાના વિપક્ષી નેતાનું કહેવું છે કે, ભુજ નગરપાલિકા બગીચા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ જાળવણી થતી નથી તો પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ગેરરીતિ થતી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
રાજાશાહી વખતનો રાજેન્દ્રબાગ આજે વેરાન હાલતમાં છે જે તે સમય ભૂકંપ પછી આ કલેક્ટર મારફતે એક સંસ્થાને આ બગીચો આપવામાં આવ્યો હતો. એની જાળવણી પણ આ સંસ્થાને કરવાની હતી, પણ આ સંસ્થા નિષ્ફળ ગઈ અને બગીચો સાવ વેરાન મૂકીને ચાલી ગઈ, ત્યારે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી કે, ખરેખર આ બગીચો નગરપાલિકા સંભાળે અને નગરપાલિકા તેની જાળવણી કરે. - કાસમ સમા (વિપક્ષી નેતા)
રાજેન્દ્ર બાગ બન્યો વેરાન બાગમાં મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવું અયોગ્ય :વધુમાંઅમૃત યોજનાની અંદર બગીચાને રીનોવેશન માટેની કામગીરીમાં લેવામાં આવી પણ આજ દિવસ સુધી કોઈ રીનોવેશનની કામગીરી થઇ નથી. કોન્ટ્રાક્ટરનો ટેન્ડર પણ પૂરો થઈ ગયો છે અને વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા. બગીચાની અંદર લાઈટિંગ ફુવારા અને આ બગીચા તળાવની વચ્ચોવચ આવેલા છે જે આકર્ષણનું કેન્દ્ર હતું. આ ઐતિહાસિક બગીચો છે અને એમાં અત્યારે નગરપાલિકા તરફથી સરહદ ડેરીને મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવા માટે આપવાની વાત ચાલી રહી છે પણ આ બગીચો ખરેખર આ પ્રજા માટેનો એક જાહેર બગીચો છે.
રાજેન્દ્ર બાગનું ગત બોડી દ્વારા નવીનીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને નવીનીકરણ હવે પૂર્ણતાના આરે છે. રાજેન્દ્ર ભાગ કચ્છની સરહદ ડેરીએ નગરપાલિકા પાસેથી મધમાખી ઉછેર કેન્દ્ર માટે માંગ્યું છે. અમારી બોડી તે અંગે પોઝિટિવ વિચારી રહી છે. આવનારા દિવસો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે.- ઘનશ્યામ ઠક્કર (પ્રમુખ, ભુજ નગરપાલિકા)
ગેરરીતિ બાબતે જાણ થતાં કામ અટકાવ્યું :ભ્રષ્ટાચાર અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજેન્દ્ર બાગના કામમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ અમને મળી હતી. જેના પગલે કોન્ટ્રાકટરને નોટિસ આપી કામ બંધ કરાવવામાં આવ્યું હતું અને હલકી ગુણવત્તાનું કામ હોતા ફરીવાર કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવ્યું છે. હજી પણ કોઈપણ કામ નબળું હશે તો એનો પેમેન્ટ કરવામાં આવશે નહીં. અંદર એક હોટલ હતી જે આખી રિનોવેટ કરવામાં આવી હતી, પરંતુ બહારથી આવતા આવારા તત્વો દ્વારા અંદર જઈને એના હોટલના મોટા કાચો તોડી નાખવામાં આવ્યા હતા.