દિવ્યાંગ બાળકોને પ્રજ્ઞા વર્ગ મારફતે શિક્ષણ આપતી કચ્છની દિવ્યાંગ નિલમ કચ્છ: કહેવાય છે કે ગુરૂ વ્યક્તિને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તેની જીવનની સાચી દિશા બતાવે છે. વાત કરીશું કચ્છની દિવ્યાંગ નિલમની. આ શાળામાં જ ભણી ચૂકેલી નિલમ આજે પોતાની આગવી શૈલીમાં અહીંના દિવ્યાંગ બાળકોને ભણાવે છે. આ શિક્ષકને કારણે હવે પ્રથમ અને બીજા ધોરણના બાળકો પણ ટેબલેટ પર અભ્યાસ કરે છે. જુદાં જુદા વિષયોને જુદી જુદી પ્રવૃતિઓના ભાગરૂપે શીખવવામાં આવે છે.
પ્રજ્ઞા વર્ગમાં 4 ગ્રુપમાં શિક્ષણ 2001ના ભૂકંપમાં પગ ગુમાવ્યો:નીલમ શિક્ષક તરીકે આ શાળામાં છેલ્લાં 3 વર્ષથી ફરજ બજાવે છે. પોતાની દિવ્યાંગતા અંગે વાત કરતા નિલમે જણાવ્યું હતું કે," વર્ષ 2001માં કચ્છમાં જે ભૂકંપ આવેલો એમાં તેનો એક પગ કપાઈ ગયો હતો અને ત્યાર પછી તેનો પરિચય અહીં નવચેતન સંસ્થા સાથે થયો હતો અને નિલમ પહેલા ધોરણથી અહીં ભણવા માટે આવી હતી અને નવચેતન સંસ્થામાં પહેલા ધોરણથી લઈને દશમાં ધોરણ સુધીનો તેણે અભ્યાસ કર્યો છે. ત્યારબાદ હાઈસ્કૂલનું જે શિક્ષણ છે એ તેણે તેના ગામ રાપરથી લીધું છે.
"અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટીચિંગની લાઈનમાં રસ હતો એટલા માટે તેણે મુન્દ્રા ખાતે PTC પૂરું કરેલું છે અને ત્યારબાદ જે સંસ્થામાં તે ભણેલી છે તે જ સંસ્થામાં નોકરીના અનુભવ માટે અહીં નોકરીની કરવાની શરૂઆત કરી છે. નોકરીની સાથે સાથે તેણે બી.એ. પણ કરેલું છે અને હાલમાં તે એમ.એ. એક્સટર્નલ રીતે કરી રહી છે." - નિલમ છુછીયા, દિવ્યાંગ શિક્ષિકા
પ્રજ્ઞા વર્ગ એટલે શું:પ્રજ્ઞા અભિગમ એટલે પ્રવૃત્તિ દ્વારા બાળકોને જ્ઞાન આપવામાં આવે. વિવિધ કાર્ય દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અભ્યાસ કાળમાં પ્રવૃતિઓ દ્વારા એમને સમજ આપવામાં આવે છે. જેથી કોઈ સંકલ્પના છે એમને સ્પષ્ટ થઈ શકે. આ સંસ્થામાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ બાળકો એક સાથે ભણે છે તો દિવ્યાંગ બાળકોની સાથે નોર્મલ બાળકો પણ ભણે છે. અહીં પાંચ કેટેગરીના બાળકો ભણે છે જેમાં માનસિક દિવ્યાંગ, બહેરા મૂંગા, શારીરિક દિવ્યાંગ, દ્રષ્ટિની ક્ષતિવાળા અને જે નોર્મલ બાળકો છે એ આ બધા સાથે રહીને શિક્ષણ કાર્ય કરે છે.
પ્રજ્ઞા વર્ગ અંગે વધુ માહિતી આપતા નિલમે જણાવ્યું હતું કે,
"પ્રજ્ઞા વર્ગોમાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં કાગળ કામ, રંગપૂરણી, મણકા પુરવવા પછી માટીના વિવિધ રમકડાઓ બનાવવા, ગમ્મત સાથે જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પ્રવુતિ સાથે ભણાવવા. ઉપરાંત પર્યાવરણ વિષય હોય તો પર્યાવરણને સબંધિત ત્રીજા ચોથા ધોરણમાં પણ હવે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ કરાવવામાં આવે છે. એમાં પર્યાવરણ સાથે દિવ્યાંગ વિધાર્થિનીઓને જોડવા માટે તેમને વૃક્ષો,થડ, પાંદડા અને ડાળીઓ જેવી વસ્તુઓથી બાળકોને તેનો અનુભવ કરાવવામાં આવે છે. પાંદડામાંથી વિવિધ ચિત્રો બનાવવામાં આવે છે જે શાળાના બુલેટિન બોર્ડ ઉપર પણ લગાવવામાં આવે છે."
પ્રજ્ઞા વર્ગમાં 4 ગ્રુપમાં શિક્ષણ:અહીં પ્રજ્ઞા વર્ગ જે છે એમાં ચાર ગ્રુપ પાડવામાં આવે છે. પહેલું જે ગ્રુપ જે છે એ શિક્ષક સમર્થિત હોય છે. જેમાં શિક્ષક એમને સંકલ્પના સમજાવે છે પછી બીજું ગ્રુપ જે છે એ સાથી દ્વારા એટલે કે એના જે મિત્રો છે એના દ્વારા એ શીખે છે. ત્રીજું ગ્રુપ જે છે એ છે સ્વાધ્યાયનો જેમાં બાળકો એ જે શીખેલું છે એ પોતાની સ્વાધ્યાયપોથી જે છે એમાં કરે છે. ચોથું ગ્રુપ જે છે એ મૂલ્યાંકનનું છે. ખાલી મૂલ્યાંકન જેમાં બાળક જે શીખેલું છે એનું એ પોતે મૂલ્યાંકન કરી શકે જે સ્વાધ્યાયપોથીમાં એમને કરાવવામાં આવે છે.
પ્રજ્ઞા વર્ગ મારફતે શિક્ષણ પ્રજ્ઞા વર્ગ શરૂ કર્યા પછી રિઝલ્ટ સુધર્યું: નીલમે જણાવ્યું હતું કે શાળામાં પ્રજ્ઞા વર્ગ શરૂ કર્યા પછી દિવ્યાંગ બાળકોનું રિઝલ્ટ બહુ સારું આવે છે. અભ્યાસ કરતા બાળકો જે દિવ્યાંગ છે તે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ સાથે શિક્ષણ મેળવે છે. નિલમ જ્યારથી અહીં નોકરી પર લાગી છે ત્યારથી તેને બહુ સારું લાગે છે અને આ શાળાનો સ્ટાફ અને સંચાલકો લાલજીભાઈ, હિમાંશુભાઈ, દીપકભાઈ, જીણાભાઇ પણ ખૂબ સપોર્ટ આપે છે તેવું તેણે જણાવ્યું હતું.
- Teacher Day 2023: સુરતમાં શિક્ષક દિન નિમિતે બે દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન, નેતાઓ આપશે હાજરી
- UGC એ તમામ યુનિવર્સિટીઓને કહ્યું - શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વેબિનાર આયોજીત કરે