કચ્છઃ કલેકટર પ્રવીણા ડી. કે.એ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા આ જીવન ઉપયોગી વસ્તુઓનાં વેચાણ માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત લોકોને ઘરે ઘરે આ જીવન જરૂરિયાત ચીજો મળી રહે તે માટે વેપારીઓને હોમ ડિલીવરી કરવા પણ કહેવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં દવાની દુકાનો અને મેડિકલ ફેસેલીટી પણ સતત ઉપલબ્ધ રહેશે.
કચ્છ કલેકટરની અપીલ : કોરોના વાઈરસથી ડરવાની જરૂર નથી, તંત્ર તમારી સાથે છે - Kutch District
કોરોના વાઈરસની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો અર્થ એ થાય છે કે, લોકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. આ લોકડાઉનથી ગભરાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ લોકોને રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ અવિરત મળતું રહેશે.
કચ્છ જિલ્લા કલેકટરની અપીલઃ ડરો નહી, તમે તંત્રને સહકાર આપો, તમારૂ તંત્ર ધ્યાન રાખશે
આ ઉપરાંત બીજી આવશ્યક સેવાઓ જેવી કે, બેંક, વીમા ઓફિસ, એટીએમ ચાલુ રહેશે. તેમજ પેટ્રોલ પંપ, એલપીજી, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને વિતરણની સેવાઓ ચાલુ રહેશે.
લોકોએ પોતાના ઘરમાં જ રહે અને કોઈપણ જાતની અફવાઓ અને અંધ-વિશ્વાસથી બચે, જયારે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જવામાં અંતર જાળવે અને દુકાનો પર ભીડ ન કરે. જીવન ઉપયોગી તમામ વસ્તુઓ આ લોકડાઉન પિરિયડ દરમિયાન મળતી જ રહેશે એટલે તેનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો નહીં. તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.