કચ્છ : રાજ્યમાં નશીલા પદાર્થો જેવા કે ડ્રગ્સ, ચરસ અને દારુ જેવી નશાકારક વસ્તુ અટકવાનું નામ નથી લેતુ, ત્યારે ભુજ નજીક માધાપર પાસેથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલાને પશ્ચિમ કચ્છ SOGએ માધાપર ભવાની હોટેલ પાછળથી ઝડપી પાડી છે. મહિલા પાસેથી 3.42 લાખની કિંમતનો 34.2 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં નશીલા પદાર્થ નાબુદ કરવા : સરહદી વિસ્તાર કચ્છમાં અનેકવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. ક્યારેક દરિયા કિનારે ડ્રગ્સના પેકેટ તણાઇ આવે છે. તો વળી ક્યારેક જિલ્લાના જુદાં જુદાં વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપીઓ પણ ઝડપાઈ રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા મુખ્ય પોલીસ અધિકારીએ સૂચના આપેલી છે. જે અંતર્ગત માધાપરની ભવાની હોટેલ પાછળથી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Gujarat Assembly : રોજગાર, અત્ચાર, ડ્રગ્સ, દારૂ જેવા પ્રશ્નોના જવાબ મુખ્યપ્રધાન જ આપે તેવી કોંગ્રેસની હઠ