ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Crime : BSFએ જખૌના કિનારેથી ચરસનું પેકેટ કબ્જે કર્યું, સતત આટલા દિવસથી મળી રહ્યું છે ચરસ - ચરસનું પેકેટ

ભુજ બીએસએફ પેટ્રોલિંગ પાર્ટી કચ્છની દરિયાઇ સીમા પર સતત ચાકચૌબંધ છે. ત્યારે કચ્છની દરિયાઇ સીમા પર પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી અને ડ્રગ્સના કાળા કારોબારને અંકૂશમાં લેવામાં બીએસએફ સતર્ક છે. આજે આ ભૂમિકા ભજવતાં બીએસએફએ જખૌના કિનારેથી 1 કિલો ચરસનું પેકેટ કબ્જે કર્યું છે.

Kutch Crime : બીએસએફએ જખૌના કિનારેથી ચરસનું પેકેટ કબ્જે કર્યું, સતત આટલા દિવસથી મળી રહ્યું છે ચરસ
Kutch Crime : બીએસએફએ જખૌના કિનારેથી ચરસનું પેકેટ કબ્જે કર્યું, સતત આટલા દિવસથી મળી રહ્યું છે ચરસ

By

Published : Apr 19, 2023, 5:20 PM IST

કચ્છ : ભુજ બીએસએફની બટાલિયન પાર્ટીની પેટ્રોલિંગ પાર્ટીએ પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ કિનારેથી લગભગ 10 કિલોમીટર દૂર એક બેટ પાસેથી ચરસનું 1 પેકેટ જપ્ત કર્યું છે. છેલ્લાં 1 અઠવાડિયાથી સતત ચોથી વખત ચરસનો જથ્થો મળી આવતા બીએસએફ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

જખૌના દરિયા કિનારે પેકેટ ઝડપાયું : બીએસએફ BSFની એક વિશેષ સર્ચ પાર્ટીએ જખૌના દરિયાકાંઠાથી લગભગ 10 કિલોમીટર દૂર એક અલગ બેટમાંથી શંકાસ્પદ ચરસનું 1 પેકેટ જપ્ત કર્યું હતું. રિકવર કરાયેલી ચરસના પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે અને તેનો રંગ સફેદ અને આકારમાં સ્ફટિકીય છે. ચરસના પેકેટને પોલિથીન અને કાપડના 4-5 સ્તરોથી લપેટીને પ્લાસ્ટિકના બોક્સમાં રાખવામાં આવ્યું હતું અને આગળ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવ્યું હતું. ચરસની પ્રકૃતિ અને પ્રકાર અંગે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો કચ્છમાંથી ફરી 2 પાકિસ્તાની માછીમારોની ધરપકડ, BSFની ટીમનું સફળ ઑપરેશન

ગત અઠવાડીયે 3 દિવસ મળ્યા :ચરસના પેકેટ ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જખૌના દરિયા કિનારે પહેલા એક, ત્યારબાદ 10 અને ત્યાર બાદ ફરી 1 મળીને કુલ 12 પેકેટ મળી આવ્યા હતાં. તો ચરસના પેકેટો મળી આવ્યા બાદ બીએસએફએ જખૌ કિનારે અલગ અલગ બેટ પર વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તાજેતરમાં મળી આવેલ પેકેટ અર્ધફાટેલી હાલતમાં હતું અને લાગે છે કે દરિયાના ઊંડા મોજાથી ધોવાઈ ગયું છે અને ભારતીય દરિયાઈ સીમામાં પહોંચી ગયું છે.

કેફી દ્રવ્યો મળી આવવાનો સિલસિલો : યથાવત કચ્છની સમુદ્રી સીમામાંથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. બીએસએફના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીકની દરિયાઈ સીમા નજીકના બેટમાંથી ચરસના 01 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાતાં હોય છે.

આ પણ વાંચો BSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન

1550 ચરસના પેકેટ જપ્ત કર્યા :ભૂતકાળમાં બીએસએફ, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા કચ્છના બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે.આમ બીએસએફ સહિતની જુદીજુદી અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1550 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details