ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 101 કેસ નોંધાયા - Omicron Cases in Kutch

આજે કચ્છ જિલ્લામાં 101 પોઝિટિવ કેસો (Kutch Corona Update) નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની (Corona Cases in Kutch) સંખ્યા વધીને 561 પહોંચી છે, તો આજે 5 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 101 કેસ નોંધાયા
Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 101 કેસ નોંધાયા

By

Published : Jan 14, 2022, 9:57 PM IST

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ (Corona Cases in india) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોનનો પણ દેશમાં પગપેસારો થઈ ગયો છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં (Kutch Corona Update) સંક્રમણની વાત કરવામાં આવે તો, આજે કચ્છમાં 101 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી (Corona Cases in Kutch) જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 561 પહોંચી છે, તો આજે 5 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases in Kutch)જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.

કચ્છ કોરોના અપડેટ

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13,790 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે, તો જિલ્લામાં 561 એક્ટિવ પોઝીટીવ કેસો છે, આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 13195 છે, તથા આજ સુધી ઓમીક્રોનના 07 કેસો (Corona New Variant Omicron) નોંધાયા છે.

જિલ્લામાં 88 કેસો અર્બન વિસ્તારમાં તથા 13 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 101 કેસો પૈકી 88 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 13 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 53 કેસો નોંધાયા છે, તો ભુજ તાલુકામાં 26, અંજાર તાલુકા 14, રાપર તાલુકામાં 3,મુન્દ્રા તાલુકામાં 2, ભચાઉ, લખપત અને માંડવી તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે, તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 5 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 4 દર્દીઓ ભુજ તાલુકાના છે, 1 દર્દી ગાંધીધામ તાલુકાનો છે.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 13 કેસોની વિગત

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 13 કેસો પૈકી વર્ષામેડીમાં 3, મેઘપર બોરિચીમાં 2, ધોરડોમાં 2, મેઘપર કુંમાં 1, સામખીયારીમાં 1, માધાપરમાં 1, મિરઝાપરમાં 1, નારાયણ સરોવરમાં 1, નાગલપરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

કુલ વેક્સિન :

1st Dose: 1606604
2nd Dose: 1443295
Precaution Dose: 14824

આ પણ વાંચો:

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 121 કેસો નોંધાયા, 90 દર્દીઓ સ્વસ્થ થયા

ABOUT THE AUTHOR

...view details