કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ હજુ પણ ચાલુ જ છે. કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી પણ મિસ ડીકલેરેશન દ્વારા અનેક વાર કન્ટેનરમાં ડ્રગ્સનો (Kutch Cocaine Seized Quantity) જથ્થો મળી આવ્યો છે, ત્યારે મુન્દ્રાના વિશ્વ વિક્રમી 21,000 કરોડના હેરોઇન બાદ કચ્છના મુન્દ્રા પોર્ટ (Kutch Mundra Port Drugs) પરથી ફરી એકવાર મીઠાના કન્ટેનરમાંથી 52 કિલો જેટલું કરોડોનું કોકેઇન ઝડપાયું છે.
કરોડોનું કોકેઇન ઝડપાયું -ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ઇનપુટના આધારે ઈરાનથી કન્ટેનરમાં મીઠું હોવાનું ડીકલેર કરીને નાર્કોટીક્સ ડ્રગ્સનો જથ્થાની હેરાફેરી (Drug Trafficking in Kutch) થતું હોવાનું જાણવા મળતા ઓપરેશન હાથ ધરાયું હતું. ઈરાનથી આવેલા 25 મેટ્રિક ટન મીઠાની 1000 બોરીઓનું નિરીક્ષણ હાથ ધરાયું હતું. આ બોરીઓ પૈકી અમુક બોરીઓનું સેમ્પલ લઈને ફોરેન્સિક લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું હતું. જેમાં કોકેઇન હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ
કન્ટેનર કરાયું સીલ -ફોરેન્સિક લેબના રિપોર્ટમાં કોકેઇન હોવાનું સ્પષ્ટ થતાં કન્ટેનરને NDPS Act 1985 તળે સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કન્ટેનર (Salt Container Cocaine) કોણે આયાત કર્યો હતો, તેમજ આ પ્રકરણમાં કોણ કોણ સંકળાયેલું છે તે સહિતની તપાસ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે 500 કરોડનું કોકઈન ઝડપાયું છે, ત્યારે આગળની કાર્યવાહી વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો :અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું
ગત વર્ષે 21,000 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું - અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી પહેલાં અમેરિકન ગાંજો, રક્ત ચંદન, વિદેશી સિગારેટ, ખસખસ, સોપારી અને પાકિસ્તાન આર્મીની સામગ્રી પણ મળી આવી છે. તો ગત વર્ષે DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં 13મી સપ્ટેમ્બરના રોજ બે કન્ટેનરની અટકાયત કરવામાં આવી હતી. જે ઈરાનના બંદર અબ્બાસ થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કર્યું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી બે કન્ટેનરમાંથી 17 મી સપ્ટેમ્બર અને 19 મી સપ્ટેમ્બરના રોજ 2988 કિલો હેરોઈન (Kutch Crime Case) જપ્ત કરવામાં આવ્યું હતું.