ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch BSF : આજે પણ હરામીનાળાથી વધુ પાકિસ્તાની માછીમારી બોટો જપ્ત કરાઈ, માછીમાર કેટલાં તે જાણો - બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી

હજી ગઇકાલે જ સમાચાર હતાં કે પાકિસ્તાની માછીમારોને બોટો સાથે (Pakistani fishermen caught with boats ) પકડવામાં આવ્યાં છે. ત્યાં આજે પણ હરામીનાળા વિસ્તારમાંથી (Haraminala area ) વધુ 5 પાકિસ્તાની બોટ અને માછીમારને બીએસએફ દ્વારા (Kutch BSF ) ઝડપી લેવાયાં છે. વધુ વિગતો વાંચો આ અહેવાલમાં.

Kutch BSF : હરામીનાળાથી વધુ પાંચ પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરાઈ, માછીમાર કેટલા તે જાણો
Kutch BSF : હરામીનાળાથી વધુ પાંચ પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરાઈ, માછીમાર કેટલા તે જાણો

By

Published : May 27, 2022, 4:56 PM IST

કચ્છ: સીમા સુરક્ષા દળ (Kutch BSF ) દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી (Haraminala area ) વધુ પાકિસ્તાની પકડાયાં છે. પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 5 પાકિસ્તાની બોટ અને 1 પાકિસ્તાની માછીમારને કચ્છ બીએસએફ દ્વારા ઝડપી (Pakistani fishermen caught with boats ) લેવામાં આવ્યાં છે. ગઈ કાલથી અત્યાર સુધીમાં BSF ભુજે 03 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે અને 09 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી છે. બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી (BSF Patrolling Party ) દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ છે.

આજે પણ હરામીનાળા વિસ્તારમાંથી 5 પાકિસ્તાની બોટ પકડાઇ

આ પણ વાંચોઃ BSF Bhuj :કચ્છના આ વિસ્તારમાંથી ફિશિંગ બોટો સાથે બે પાકિસ્તાની માછીમારોની ધરપકડ

પેટ્રોલિંગ પાર્ટીની નજરે ચડી હિલચાલ- આજ રોજ સવારે બીએસએફની (Kutch BSF ) પેટ્રોલિંગ પાર્ટીને હરામી નાળા વિસ્તારમાં આડી ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની ફિશિંગ બોટની હિલચાલ જોતા બીએસએફની પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા 5 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 1 પાકિસ્તાની માછીમારને ઝડપી પાડવામાં (Pakistani fishermen caught with boats ) આવ્યાં છે. સર્ચ પાર્ટીએ પાકિસ્તાની માછીમારને ઘેરી લેવા અને પકડવા માટે પીછો કરતા સમયે 03 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ પાકિસ્તાની માછીમાર માછલીની લાલચમાં અનેકવાર ભારતની સીમામાં આવી જતા હોય છે.

અત્યાર સુધીમાં BSF ભુજે 03 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી છે અને 09 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી

આ પણ વાંચોઃ કચ્છમાં BSFએ ફરી એક વખત પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી પાડી

બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું -જપ્ત કરાયેલ બોટની (Kutch BSF ) સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય (Pakistani fishermen caught with boats ) કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details