કચ્છઃ બિદડા સર્વોદય ટ્રસ્ટ કે, જ્યાં 1972થી લાખો દર્દીઓ સારવાર મેળવીને સાજા થયા છે. આ વર્ષે બિદડા સર્વોદય ટ્રસ્ટે 50 વર્ષ પૂર્ણ કર્યા (Kutch Bidada Sarvoday Trust Anniversrary) છે, જેના ભાગરૂપે આજે એક કાર્યક્રમ મારફતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રિય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત (Union Minister of State for Communications Dev Singh Chauhan in Bidada Sarvodaya Trust) રહ્યાં હતાં.
કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
બિદડા સર્વોદય ટ્રસ્ટના 50 વર્ષની ઉજવણી (Kutch Bidada Sarvoday Trust Anniversrary) નિમિત્તે ફંકશનમાં કેન્દ્રિય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ (Union Minister of State for Communications Dev Singh Chauhan in Bidda Sarvodaya Trust), ગુજરાત વિધાનસભાના સ્પીકર ડૉ. નિમાબેન આચાર્ય, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજ્યપ્રધાન અને અંજાર મતવિસ્તારના ધારાસભ્ય વાસણ આહીર તેમ જ બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રિય સંચાર રાજ્યપ્રધાન અને ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિદડા સર્વોદય ટ્રસ્ટની સ્થાપના સમયના ફાઉન્ડર દાતાઓ અને પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જોવા મળ્યું નહતું.
બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા કચ્છ યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટી યુએસએ વચ્ચે MoU કરવામાં આવ્યા
બિદડા સર્વોદય ટ્રસ્ટના રતન વીર નેચર કેર અને તારામતી વેલનેસ સેન્ટર યોગા ઈન્સ્ટિટ્યૂટ અને કચ્છ યુનિવર્સિટી વચ્ચે MoU (Trust MoU with Kutch University and University of Michigan USA) પણ કરવામાં આવ્યા, જેમાં કચ્છ યુનિવર્સિટી ખાતે યોગા ઈન્સ્ટ્રક્ટર્સ (Yoga instructors), નેચર કેર થેરાપિસ્ટ (Nature Care Therapist), ન્યૂટ્રિશિયન એક્સપર્ટ્સ (Nutrition Experts) અંગેના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં રિહેબીલીટેશન ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર અને મિશિગન યુનિવર્સિટી USA વચ્ચે પણ MoU (Trust MoU with Kutch University and University of Michigan USA) કરવામાં આવ્યા હતા, જેમાં સ્ટૂડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ (Student Exchange Programme), એજ્યુકેશન (education), ટ્રેનિંગ (training) અને રિસર્ચ (Research)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બિદડા સર્વોદય ટ્રસ્ટને વર્ષ 2012માં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો
12 જૂન 1972થી બિદડા સર્વોદય ટ્રસ્ટ (Kutch Bidada Sarvoday Trust Anniversrary) પોતાની સેવાની સુહાસ ફેલાવી રહ્યું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ કે જ્યાં જ્યા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર 50 બેડ ધરાવતું સરળ અને દર્દીઓ માટે વિના અવરોધ પ્રવેશવાની વ્યવસ્થાવાળુ રિહેબ સેન્ટર છે, કે જેને સામાજિક સુરક્ષા તથા અધિકારિતા મંત્રાલય દ્વારા ભારત સરકાર તરફથી ભારતના રાષ્ટ્રપતિના હસ્તે વર્ષ 2012માં વિકલાંગતા માટે સર્વશ્રેષ્ઠ કામગરી કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યાં રિહેબ સેન્ટર અદ્યતન સાધનો તથા ગુણવત્તા અને અનુભવ સિદ્ધ કર્મચારીઓથી સુસજ્જ છે. આ સેન્ટરમાં દરેક પ્રકારની વિકલાંગતાની પ્રાથમિક સારવાર, તેનો બચાવ તથા તેના નિભાવ સાથે સંકળાયેલી છે. આજના દિવસે પણ વર્ષ 2001ના ભૂકંપગ્રસ્તોને વિનામૂલ્યે પુનઃવર્સનની સેવાઓ અહીં (Service work of Bidada Sarvodaya Trust) આપવામાં આવે છે.
અનેક પ્રકારના વિભાગો દ્વારા દર્દીઓની કરાય છે સારવાર
બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે અનેક વિભાગો કાર્યરત છે જ્યાં દર્દીઓ સારવાર (Service work of Bidada Sarvodaya Trust) મેળવી શકે છે. અહીં ફિઝિયોથેરાપી વિભાગ, ઓક્યૂપેશનલથેરાપી વિભાગ, પ્રોસ્થેટિક વિભાગ, ઓર્થોટિક વિભાગ, સ્પીચ અને ઓડિયોલોજી વિભાગ, વ્યવસાયિક માર્ગદર્શન અને તાલીમ વિભાગ, તબીબી સામાજિક કાર્યકર, માનસિક વિજ્ઞાન વિભાગ, ઇન્ડોર અને આઉટડોર સુવિધા અલગ અલગ વર્ગ સાથે તથા કોન્ફરન્સ ખંડની સુવિધા પણ (Treatment of patients at Bidada Sarvodaya Trust) ઉપલબ્ધ છે.