- અબડાસાની પેટા ચૂંટણીમાં 10 માંથી 8 ઉમેદવાર ધરાવે છે સ્વચ્છ પ્રતિભા
- ભાજપના ઉમેદવાર અને એક અપક્ષ સામે એક-એક કેસ પડતર
- જ્યારે 8 ઉમેદવાર સામે એક પણ કેસ નથી નોંધાયેલા
કચ્છ : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઈતિહાસ , પેટા ચૂંટણી, સ્થાનિક મુદા અને પરંપરાને ધ્યાને રાખીને પરીણામ અંગે અનેકવિધ ચર્ચા થઈ રહી છે. ઉમદેવારની પંસદગીમાં સ્વચ્છ પ્રતિભા મહત્વપુર્ણ રહે છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં તમામ 10માંથી 8 ઉમેદવાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. જયારે ભાજપના ઉમેદવાર અને એક અપક્ષ સામે એક-એક કેસ પડતર છે.
વર્ષ 2012થી 2020 સુધીના આઠ વર્ષમાં ચોથી વખત થશે મતદાન
અબડાસાના મતદારોનો ઈતિહાસ રહયો છે કે, આ બેઠક રાજયની પ્રથમ નંબરની અને સૌથી વિશાળ વિસ્તાર ધરાવે છે. તેની સાથે વિજેતા ઉમેદવારને માત્ર એક જ તક આપવામાં આવે છે. સરહદી છેવાડાના આ વિસ્તારમાં ત્રણ તાલુકા સમાવિષ્ટ છે. વર્ષ 2012થી 2020 સુધીના આઠ વર્ષમાં આ ચોથી વખત મતદાન થનાર છે. ત્યારે વિવિધ મુદા સાથે ઉમદેવારનો સ્વચ્છ ચહેરો પણ મતદાનને અસર કરે છે. આ ચૂંટણીમાં જે 10 ઉમદેવાર વચ્ચે જંગ છે, તેમાંથી આઠ ઉમેદવાર સામે એક પણ કેસ નોંધાયેલા નથી. જયાર ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા અને અપક્ષ ઉમેદવાર પડયાર હનિફ જાકબબાવા સામે એક એક કેસ પડતર છે.
ભાજપના ઉમેદવાર સામે નખત્રાણા પોલીસ મથકમાં એક કેસ પડતર