કચ્છઃ ભુજના જુબેલી ગ્રાઉન્ડ પાસે સાઈકલ તિરંગા યાત્રા સાથે નીકળેલો યુવાન પર સૌ કોઈની નજર મંડાયેલી હતી. સાઈકલની ઘંટડીના tring tring અવાજ સાથે આગળ વધી રહેલા યુવાન સાથે ઈટીવી ભારતની ટીમે મુલાકાત કરી હતી. તેને દેશસેવાનો સંદેશ આપ્યો હતો.
ભુજના કેરા ગામના યુવાને પ્રજાસત્તાક દિવસે આપ્યો પ્રેરક સંદેશ... - સાઈકલ તિરંગા યાત્રા
સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિન 2020ની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સરહદી કચ્છ જિલ્લામાં પણ ઠેરઠેર ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો સાથે ભારતભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે ભુજ શહેરના માર્ગો પર સાઇકલ તિરંગા યાત્રા સાથે જોવા મળેલા યુવાને અનોખો પ્રેરક સંદેશ આપ્યો હતો.
ભુજના કેરા ગામના યુવાને પ્રજાસત્તાક દિવસે આપ્યો પ્રેરક સંદેશ
ભુજ તાલુકાના કેરા ગામે ખાનગી કંપનીમાં નોકરી કરીને રોજગારી મેળવતા મહાવીર ડાભી નામના યુવાને સાઇકલ તિરંગા યાત્રા કાઢી હતી.
કેરાથી ભુજ તાલુકાના માધાપર ગામે 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે દેશ સેવા કરનાર મહિલાઓના વિરાંગના સ્મારક સુધી દર્શન કરવા પહોંચ્યો હતો. યુવાને જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રાનો માત્ર એટલો જ ઉદ્દેશ્ય છે કે, ભારત દેશના વિરલાઓ પોતાની અંદર દેશપ્રેમ જગાવી પોતાનું જીવન દેશને સમર્પિત કરે.