કચ્છના હાજીપીરમાં વાયુસેના દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું દીલધડક રેસ્ક્યૂ ઓપરેશન - ભારતીય વાયુસેના
કચ્છ: ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક આફત બનીને આવેલા વરસાદથી જનજીવન ઠપ થઇ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદથી વડોદરા, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે NDRF અને સેનાની ટુકડી કામે લાગી છે. ભારતીય વાયુસેના (IAF)ના હેલિકોપ્ટર દ્વારા કચ્છના હાજીપીર નજીકના કોઝવે પર બે બાજુ રસ્તા પાણી ફરી વળ્તા લોકો ફસાયેલા હતા. જેમનું ભગવાન રૂપમાં આવેલા ભારતીય વાયુ સેનાના જવાનો દ્વારા એર લિફ્ટથી રેસ્ક્યૂ ઓપરેશન કરી બચાવવામાં આવ્યા હતા. જેમાં સેના દ્વારા 125 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
સૌ.ANI
ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. તંત્ર પણ એલર્ટ પર આવી ગયો છે. વરસાદના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારતીય વાયુસેના (IAF)ના હેલિકોપ્ટર દ્વારા કચ્છના હાજીપીર નજીકના કોઝવે પર બે બાજુ રસ્તા પાણી ફરી વળતા લોકો ફસાયેલા હતા. જેમનું ભગવાન રૂપમાં આવેલા ભારતીય વાયુ સેનાના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરી બચાવવામાં આવ્યા હતા. સેના દ્વારા 125 લોકોને બચાવવામાં આવ્યા હતા.
Last Updated : Aug 11, 2019, 11:09 PM IST