- કચ્છના 1856 મતદાન મથકોએ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
- 11262 મતદારોના નામ કમી કરવા મળી અરજીઓ
- 18-19 વયજૂથના 21115 નવા મતદારોનો ઉમેરો
કચ્છઃ આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓનો(gujarat assembly elections 2022) દોર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લામાં નવેમ્બર મહિનામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચની સુચનાથી 1લી જાન્યુઆરી-2022ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ કરવા તેમજ સુધારો-વધારો કરવા માટે આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ(Voter List Reform in Kutch 2021) યોજાયો હતો.
Voter List Reform in Kutch 2021 : કચ્છ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 78 હજારથી વધુ ફોર્મ ભરાયા નવા નામ ઉમેરવા માટે 50835 ફોર્મ ભરાયા
કચ્છ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ રવિવારે અને એક શનિવારે 1856 મતદાન મથકોએ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસરો મારફત મતદારયાદી સુધારણા કાર્યક્રમની(Voter list reform in process) ઝુંબેશ હાથ ધરાઈ છે. મતદારયાદી સુધારણા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 50835 ફોર્મ ભરાયા હતા.
જિલ્લામાં કુલ 78029 ફોર્મ મતદારોએ રજુ કર્યા
જિલ્લા ચૂંટણી અધિકારી કેટી મેણાંતે જણાવ્યું હતું કે, 18-19 વયજુથના 21115 મતદારોનો સમાવેશ થાય છે. તો નામ કમી કરવા માટે 11262 મતદારોએ ફોર્મ ભર્યા હતા, મતદારયાદીમાં સુધારો કરવા માટે 11370 મતદારોએ ફોર્મ ભર્યા હતા અને વિભાગ બદલવા માટે 4562 મતદારોએ ફોર્મ ભર્યા હતા અને કુલ મળીને નિયત નમુનામાં કુલ 78029 ફોર્મ મતદારોએ રજુ કર્યા હતા.
5મી ડીસેમ્બર સુધીમાં પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે છે: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી
આ ઉપરાંત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આગમી સમયમાં હજુ પણ 5મી ડીસેમ્બર સુધી જે પણ લોકો મતદારયાદીમાં પોતાનું નામ(Name in the voter list) ઉમેરવા માંગે છે તે કચેરીએ આવીને ફોર્મ ભરીને મતદારયાદીમાં(assembly constituency in kutch) પોતાનું નામ ઉમેરાવી શકે છે. જેથી કરીને આગમી ચુંટણીમાં પોતાનો કિંમતી મત આપી શકે છે.
આ પણ વાંચોઃ Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ
આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ