કચ્છમા કોરોનાના નવા 21 કેસ નોંધાયા
- કોરોનાથી બુધવારે વધુ 2ના મોત થતા કુલ 21 દર્દીઓના મોત
- બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા
- હાલ 120 એક્ટીવ કેસ છે, 238 દર્દી સ્વસ્થ થયા, 21ના કુલ મોત, અત્યાર સુધીમાં કુલ 378 કેસ નોંધાયા
કચ્છઃ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે. જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 21 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ બે દર્દીના મોત નિપજ્યા હતા. બીજી તરફ જિલ્લામાં બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગમાંથી મળેલી વિગતો મુજબ અંજાર તાલુકાના વીડી ગામના એક પુરુષનું બુધવારે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અબડાસાના મોથાળા ગામના પુરૂષનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.
જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 378 થઇ છે, જેમાં 21 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 19 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે જ્યારે અન્ય બે દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ અન્ય કારણોસર થયું હોવાનુ નોંધાયું છે.