- કચ્છમાં મેઘરાજા "રાતપાળી" કરી
- અનેક તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા
- ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
- નખત્રાણા, લખપત અને રાપર માત્ર ઝરમર વરસાદ વરસ્યો
કચ્છઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનો માહોલ રહ્યો હતો. જિલ્લામાં લખપત, રાપર, નખત્રાણા પંથકને બાદ કરતા તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. તો ભૂજમાં રાત્રે 15 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અંજારમાં ગઈકાલે દિવસ દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો તો રાત્રે 8થી 10 વાગ્યાના અરસામાં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં મુન્દ્રા અને ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
ગાંધીધામમાં ગઈકાલે દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ હતો. તો સાંજના સમયે અચાનક મેઘરાજા ધોધમાર વરસી પડ્યા હતા. ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે સાથે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. મુન્દ્રા તાલુકામાં કુલ સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃભાવનગરના મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, માલણ નદી બે કાંઠે વહેતી થઈ