ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ - etv bharat news

કચ્છ: વિનાશક ભૂકંપનો માર જીલી ચૂકેલા કચ્છ જિલ્લામાં સોમવારના રોજ લાંબા સમય બાદ ફરી એક વખત 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. વાગડની ધરતી બપોરે 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી. બપોરે 2.43 મિનિટે ભચાઉથી 6 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં 4.2ની તીવ્રતાનો આંચકો આવતાં લોકોમાં થોડીવાર માટે ગભરાટ વ્યાપી ગયો હતો.

કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભુંકપ,લોકોમાં ભયનો માહોલ

By

Published : Aug 19, 2019, 6:09 PM IST

ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીએ જણાવ્યું કે, જમીનમાં 32.5 કિલોમીટરની ઊંડાઈથી આ આંચકો ઉદ્દભવ્યો હતો. ભચાઉ અને રાપરના સંખ્યાબંધ ગામના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. આંચકાના લીધે લોકોના ઘરની અભેરાઈ પર મુકેલાં વાસણો ખખડી ઉઠ્યા હતા. અંજાર અને ગાંધીધામ-આદિપુરમાં પણ લોકોએ તેનો અનુભવ કર્યો હોવાના અહેવાલો મળ્યા છે.

નોંધનીય છે કે કચ્છમાં 2001ના ભૂકંપ બાદ સંખ્યાબંધ આંચકા નોંધાતા રહે છે. જો કે તેની તીવ્રતા સામાન્ય રહે છે અને તેની નોંધ રિક્ટર સ્કેલ પર થાય છે. પણ 3ની તીવ્રતાથી વધુના આંચકા લોકો અનુભવી શકે છે. ત્યારે 4.2ની તીવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ફરી ડર છવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details